Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દરેક વોર્ડમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળશે:ભાવનગરમાં ભાજપના 31 વર્ષના શાસન સામે 'ભાજપાપ' ચાર્જશીટ જાહેર

    18 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ પત્રકાર પરિષદ સંબોધી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. ભાવનગરમાં ભાજપના 31 વર્ષના શાસન સામે 'ભાજપાપ' ચાર્જશીટ જાહેર કરી. ભ્રષ્ટાચાર, ભેદભાવ અને વહીવટી નિષ્ફળતાના આક્ષેપો કર્યા આ અંગે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 31 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચાર, ભેદભાવ અને વહીવટી નિષ્ફળતાના ગંભીર આક્ષેપો કર્યા હતા, ​ચૂંટણીમાં વિલંબ અને ભાજપ-ચૂંટણી પંચની મિલીભગતનો આક્ષેપ પણ કર્યો હતો. તેને કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ, ભારતીય ચૂંટણી પંચ અને ભાજપની સંયુક્ત ટીમ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને ભાજપની અનુકૂળતાની રાહ જોઈ રહી હોય તેમ લાગે છે. જોકે, કોંગ્રેસ પક્ષ આ ચૂંટણીઓ માટે સંપૂર્ણ રીતે સજ્જ બની છે ત્યારે ​'ભાજપાપ' ચાર્જશીટ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસે 'ભાજપાપ' નામની ચાર્જશીટ રજૂ કરી ​ભાવનગરમાં 1995થી ભાજપનું શાસન છે, તેમ છતાં જનતાને માત્ર ગંદકી, ટ્રાફિક અને ભ્રષ્ટાચાર જ મળ્યા હોવાનો દાવો કરતા કોંગ્રેસે 'ભાજપાપ' નામની ચાર્જશીટ રજૂ કરી હતી. જેના મુખ્ય મુદ્દાઓ ​જમીન કૌભાંડ સિદસર ટીપી સ્કીમ પાસે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, સિદસર વિસ્તારમાં માનીતા બિલ્ડરોને રોડ ટચ જમીન માત્ર રૂ.57,000ના ભાવે અપાઈ છે, જ્યારે સરકારી આવાસ માટે કોર્પોરેશન પાસેથી રૂ.89,100 વસૂલવામાં આવ્યા છે આમાં પ્રતિ ચોરસ મીટર રૂ.30,000નું માર્જિન રાખી અબજોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ‘દબાણો દૂર કરવામાં ભાજપના મળતિયાઓને છાવરવામાં આવે છે’ ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે, તેમજ બોરતળાવની આસપાસના દબાણો દૂર કરવામાં ભાજપના મળતિયાઓને છાવરવામાં આવે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં અશાંતધારા કે રાજકીય કિન્નાખોરી રાખીને ડિમોલિશન કરવામાં આવે છે. તેમજ ફ્લાયઓવરના કામોમાં જાણીજોઈને વિલંબ કરી ટેન્ડરની રકમમાં 'એક્સેસ' બતાવી ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે. આ ઉપરાંત વેસ્ટ ટુ એનર્જી અને આવાસ યોજનાઓમાં પણ ગેરરીતિના આક્ષેપો કરાયા છે, ગલીઓમાં વારંવાર સીસી રોડ તોડી પેવર બ્લોક નાખવા અને ફરી રોડ બનાવવા જેવી કામગીરી માત્ર ભાજપના નાના કાર્યકરોને આર્થિક ફાયદો કરાવવા માટે થતી હોવાની રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ દરેક વોર્ડમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળશે વધુમાં જણાવ્યું હતું કે, ​કોંગ્રેસે ભાવનગરના પ્રજાવત્સલ રાજવી પરિવારના સુશાસનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વર્તમાન ભ્રષ્ટ શાસનમાંથી મુક્તિ અપાવી ફરીથી પારદર્શક વ્યવસ્થા ઊભી કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે, આગામી દિવસોમાં 'ટીમ કોંગ્રેસ' દરેક વોર્ડમાં જશે અને લોકોની સમસ્યાઓ સાંભળી મજબૂત વિકલ્પ પૂરો પાડશે.
    Click here to Read More
    Previous Article
    બાપ રે, હાર્દિકે દોઢ મહિનામાં કરોડો ઉડાવી દીધા:વાનખેડેમાં સુહાના અને સારા આમને સામને; RRની ટીમે વૈભવને બાટલીમાં ઉતારી દીધો
    Next Article
    મનપા એજન્સીઓની રીંગ સામે લાચાર:યોગ્ય ભાવ નહીં મળતા 3 મહિનામાં 14થી વધુ ટેન્ડરો રી-ટેન્ડર કરાયા, વિકાસ કાર્યોમાં વિલંબ-ભ્રષ્ટાચારની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment