Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ફૂડ શાખાનું ચેકિંગ: 25 કિલો વાસી ખોરાક નાશ:તહેવારો-ચોમાસાને ધ્યાને લઈ વિવિધ ખાદ્ય એકમોમાં સઘન કાર્યવાહી

    10 hours ago

    પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આગામી તહેવારો અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન વિવિધ ખાદ્ય એકમોમાંથી કુલ 25 કિલો વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ચેકિંગ મેયર સાગર મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ફૂડ શાખાના અધિકારી વિજય ઠકરાર અને રાજ છાત્રોડિયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. ફૂડ શાખાની ટીમે શહેરના એમ. જી. રોડ, હાથી ટાંકી, છાયા ચોકી, ખીજડી પ્લોટ અને કમલાબાગ સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી. જેમાં મીઠાઈ-ફરસાણની દુકાનો, રેસ્ટોરન્ટ, ડેરી, બેકરી, ફાસ્ટફૂડ અને પાણીપુરીનું વેચાણ કરતા ધંધાર્થીઓ સહિતના ખાદ્ય વ્યવસાયિક એકમોનો સમાવેશ થાય છે. ચેકિંગ દરમિયાન હાથી ટાંકી રોડ પરના જલારામ દૂધસાગરમાંથી વાસી પેટીસ અને ચટણી મળી આવી હતી. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ સત્યનારાયણ સ્વીટ અને પંકજ ખાજલીમાંથી વાસી જલેબી, પેંડા અને કચોરી મળી હતી. છાયા ચોકી પાસેના ઢોસા હાઉસમાંથી વાસી ભાત, મંચુરિયન અને ડ્રેગન પોટેટો તેમજ એમ. જી. રોડ રિવરફ્રન્ટ સામે આવેલ આશાપુરા રેસ્ટોરન્ટમાંથી વાસી ભાત, ગ્રેવી, તૈયાર શાક અને દાળ સહિતની બિનઆરોગ્યપ્રદ સામગ્રી મળી હતી. તપાસ દરમિયાન, ખાદ્ય વ્યવસાય સંચાલકોને ફૂડ સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા તથા સ્વચ્છતા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકોને તહેવારો અને ચોમાસા દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, સ્વચ્છતા અને યોગ્ય સંગ્રહ અંગે વિશેષ કાળજી રાખવા જણાવ્યું છે. આગામી દિવસોમાં પણ શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તે માટે ચેકિંગ અને નિયમિત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    'રાજકોટ વાલ્મિકી સમાજ ઝીંદાબાદનાં નારા લાગ્યા':મનપામાં સફાઈ કામદારોની ભરતી, રાજીનામાં, હાજરી પદ્ધતિ સહિતના મુદ્દે મેયરને રજૂઆત, બોગસ સર્ટિફિકેટ અંગેના આક્ષેપો ફગાવ્યા
    Next Article
    બાપ-દીકરીના સંબંધને કલંકિત કરતી ઘટના:ગાંધીનગરમાં ચાર વર્ષની દીકરી પર કુકર્મ આચરનાર પિતાની ધરપકડ, ઘરે આવેલી પત્નીની બહેનપણી સાથે પણ અડપલા કર્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment