Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપ-દીકરીના સંબંધને કલંકિત કરતી ઘટના:ગાંધીનગરમાં ચાર વર્ષની દીકરી પર કુકર્મ આચરનાર પિતાની ધરપકડ, ઘરે આવેલી પત્નીની બહેનપણી સાથે પણ અડપલા કર્યા હતા

    11 hours ago

    ગાંધીનગરના ચિલોડા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ દીકરી પર જ હેવાનીયત આચરીને પવિત્ર સંબંધોને કલંકિત કરનાર પિતાની પોલીસે પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે. ત્યારે ઘરે આવેલી બહેનપણી પર નજર બગાડી પતિએ અડપલા કર્યા હોવાથી પત્ની રીસામણે જતી રહી હોવાનું ચિલોડા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ચાર વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં પાણી જગ વિતરણનું કામકાજ કરતા આશરે 32 વર્ષીય નરાધમ પિતાએ રાત્રિના સમયે ચાર વર્ષીય દીકરીને પીંખી નાખી હોવાની ફરિયાદ ચિલોડા પોલીસ મથકે નોંધાઈ છે. જેના પગલે ચિલોડા પીઆઇ એસ.જે. ચૌહાણે ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાની ધરપકડ કરી વૈજ્ઞાનિક ઢબે પૂછતાછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પત્નીની બહેનપણી સાથે પણ અડપલાં કર્યા, પત્ની પિયર ચાલી ગઈ થોડા દિવસો અગાઉ આરોપીની પત્નીની બહેનપણી ઘરે રોકાવા આવેલી હતી. એ વખતે તકનો લાભ લઈ તેના પર પણ નજર બગાડી હતી. અને પત્નીની ગેરહાજરીમાં તેની બહેનપણી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ મુદ્દે પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો. તોય પતિ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નહીં થતા કંટાળેલી પત્ની પોતાના બે વર્ષના દીકરા અને ચાર વર્ષના દીકરીને સાથે લઈને પિયર ચાલી ગઈ હતી. પત્ની લાંબા સમય સુધી પરત ન આવતાં નાસીપાસ થયેલો પતિ મંગળવારે સાસરે પહોંચ્યો હતો અને બેમાંથી એક બાળકને પોતાની સાથે લઈ જવા માટે માથાકૂટ કરવા લાગ્યો હતો. સાસરી પક્ષે શરૂઆતમાં ના પાડી હતી પરંતુ તેની સતત જીદ્દ સામે કંટાળીને અને બાળકીના પિતા પ્રત્યે વિશ્વાસ રાખીને માતાએ ચાર વર્ષની દીકરીને તેની સાથે મોકલી આપી હતી. બાદમાં માસૂમ બાળકીને લઈને ઘરે પહોંચેલા પિતાના પરિવારજનોએ બાળકીને હોંશભેર રમાડી હતી. ત્યારબાદ રાત્રિના સમયે બાળકીને લઈ નરાધમ પિતા સૂઈ ગયો હતો. અને મોડી રાત્રે એકલતાનો અણછાજતો લાભ ઉઠાવીને પાપી બાપે પોતાની જ નાદાન દીકરી પર કુકર્મ આચર્યું હતું. આ અસહ્ય પીડાથી બાળકી કણસતી રડવા લાગી હતી. જેથી નરાધમનો બીજી વખતનો મલિન ઇરાદો પાર પડ્યો ન હતો. ત્યારે ગઈકાલે બુધવારે સવારે બાળકીને કાકી નવડાવી રહ્યા હતા.ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહેતું જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતા સમજીને તુરંત જ પિયર રહેતી બાળકીની માતાને સમગ્ર હકીકતથી વાકેફ કરવામાં આવી હતી. અને માતા તાત્કાલિક દોડી આવી દીકરીને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તબીબી પરીક્ષણ દરમિયાન બાળકી સાથે અઘટિત કૃત્ય થયું હોવાની પુષ્ટિ થઈ હતી. બનાવ અંગે ચિલોડા પોલીસને જાણ કરાતાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી પિતાને જેલભેગો કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ફૂડ શાખાનું ચેકિંગ: 25 કિલો વાસી ખોરાક નાશ:તહેવારો-ચોમાસાને ધ્યાને લઈ વિવિધ ખાદ્ય એકમોમાં સઘન કાર્યવાહી
    Next Article
    એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ ગુજરાતમાં FDCAનો રાજ્યવ્યાપી સપાટો:134 એકમોમાં તપાસ, 1053 કિલો જથ્થો નાશ કરાયો, 29 સેમ્પલમાંથી અનેક બિન-સ્ટાન્ડર્ડ મળતા કડક કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment