Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાજકોટ વાલ્મિકી સમાજ ઝીંદાબાદનાં નારા લાગ્યા':મનપામાં સફાઈ કામદારોની ભરતી, રાજીનામાં, હાજરી પદ્ધતિ સહિતના મુદ્દે મેયરને રજૂઆત, બોગસ સર્ટિફિકેટ અંગેના આક્ષેપો ફગાવ્યા

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર ડો. નેહલ શુક્લને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ મુકેશ પરમારે માંગ કરી હતી કે, મનપામાં 532 સફાઈ કામદારોની ભરતી માટે ભરાયેલા ફોર્મનો ડ્રો તાત્કાલિક કરી ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવે. આ ઉપરાંત સ્વેચ્છિક રાજીનામા આપનાર 225થી 250 કામદારોની પેન્ડિંગ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી તેમના વારસદારોને નોકરી આપવા માંગ કરાઈ છે. સાથે જ અન્ય મહાનગરપાલિકાઓની જેમ ફેસ ડિટેક્ટર હાજરી 4 ટાઈમના બદલે 2 ટાઈમ કરવા અને નિવૃત્ત કે અવસાન પામેલા કામદારોને 3 મહિનામાં હક-હિસ્સાની રકમ ચૂકવી આપવા રજૂઆત કરાઈ હતી. બીજી તરફ પોતાના પર લાગેલા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતાં મુકેશ પરમારે જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટમાં પણ કોઈ ગેરરીતિ પૂરવાર થઈ નથી. ભૂતકાળમાં સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર તત્વો સામે કડક વલણ અપનાવ્યું હોવાથી અંગત રાગદ્વેષ રાખીને તેમની અને સમાજની છબી ખરડવા આ ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવી નિમણૂકો બાકી રાજકોટ મનપામાં નવી બોડીએ શાસન સંભાળ્યાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અને તમામ પેટા કમિટીઓની રચના થઈ ગઈ હોવા છતાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી નિમણૂકો હજુ અટકેલી છે અને જૂની બોડી જ કાર્યરત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિક્ષણ સમિતિના ચેરમેનની ૬ વર્ષની મુદ્દત ઘટાડીને અન્ય પેટા કમિટીઓની જેમ 2.5 વર્ષ કરવા ગંભીર વિચારણા ચાલી રહી છે. જો આ નવી ફોર્મ્યુલા અમલમાં આવે તો 5 વર્ષના શાસનકાળ દરમિયાન કુલ 30 જેટલા નવા ચહેરાઓને તક મળી શકે છે. સામાન્ય પેટા કમિટીઓમાં માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરોને જ સ્થાન મળે છે, જ્યારે શિક્ષણ સમિતિમાં પક્ષના સંગઠનાત્મક કાર્યકરોને પણ તક મળતી હોવાથી ભાજપના કાર્યકરો સ્થાન મેળવવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે કોર્પોરેટરો માટે વિશેષ પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ યોજાયો કેન્દ્ર સરકારના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી 'ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ' દ્વારા રાજકોટમાં 'સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ' વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમ મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ જે. એસ. સહારિયા અને ડો. અજિત સાલ્વી જેવા તજજ્ઞોએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2026 અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કચરાના ચાર પ્રકાર ભીના, સૂકા, ઘરેલુ જોખમી અને સેનિટરી કચરાનું સ્ત્રોત પર જ વિભાજન તથા વૈજ્ઞાનિક નિકાલ પદ્ધતિઓ અંગે કોર્પોરેટરોને જનજાગૃતિ ફેલાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખત્રીવાડનો જર્જરીત બેઠો પુલ તાત્કાલિક રીપેર કરવા મ્યુ. કમિશનરને આવેદન રાજકોટના વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 5ને જોડતો ખત્રીવાડ પાસેનો આજી નદીનો બેઠો પુલ અત્યંત જર્જરીત થઈ જતાં સલીમભાઈ લોટીયા તથા મોઈઝભાઈ ગાંધી સહિતના સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી પુલનો જીર્ણોદ્ધાર કરવા માંગ કરી છે. ચોમાસાના પૂરના કારણે તૂટી ગયેલી રેલિંગ હજુ સુધી નવી ન લગાવવા અને તંત્રની બેદરકારીના કારણે પુલમાં મોટા ખાડા પડી જવાથી અકસ્માતનો ભારે ભય સેવાઈ રહ્યો છે. હાલ પુલ પરથી પાણી પસાર થઈ રહ્યું હોવાથી શાળાએ જતા બાળકો અને વાહનચાલકોની સુરક્ષા ધ્યાને લઈ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં ત્વરિત રીપેરિંગ કામગીરી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. ફડચામાં ગયેલી શ્રી રામદેવ હાઉસિંગ સોસાયટીને દફતરનો ચાર્જ સોંપવા અંતિમ નોટિસ રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી દ્વારા ગત 24 જુલાઈ, 2017ના રોજ ફડચામાં જાહેર કરાયેલી 'શ્રી રામદેવ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ'ના ભૂતપૂર્વ કાર્યવાહકોને જાહેર નોટિસ પાઠવવામાં આવી છે. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ 108(2)(3) મુજબ ફડચામાં ગયેલી મંડળીના દફતરનો ચાર્જ ફડચા અધિકારીને સોંપવો ફરજિયાત હોવા છતાં, કાર્યવાહકો બહાના હેઠળ ચાર્જ સોંપતા ન હોવાનું ધ્યાને આવ્યું છે. આથી તંત્ર દ્વારા અંતિમ નોટિસ આપીને 7 દિવસમાં દફતર, સ્ટોક, મિલકત અને સિલકનો તમામ ચાર્જ સોંપવા જણાવાયું છે. જો સમયમર્યાદામાં ચાર્જ નહીં સોંપાય તો કાયદા મુજબ નોંધણી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: 40 કરોડ યુવાઓમાં ભારેલો અગ્નિ:તમામ સરકારો જેન-ઝીની રડારમાં, ચૂપકિદી સામે આક્રોશ ભભૂક્યો, 50 ટકા લોકો ફરી કોકરોચ જનતા પાર્ટી સાથે આંદોલન કરવાના મૂડમાં
    Next Article
    પોરબંદરમાં ફૂડ શાખાનું ચેકિંગ: 25 કિલો વાસી ખોરાક નાશ:તહેવારો-ચોમાસાને ધ્યાને લઈ વિવિધ ખાદ્ય એકમોમાં સઘન કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment