Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાના 25થી વધુ વિકાસ કામો મંજૂર:10 સ્થાનિક ડ્રાઇવરોની ભરતીને લીલી ઝંડી, ફોરમેનનો પગાર વધારો નામંજૂર

    4 days ago

    પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં શહેરના 25થી વધુ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ સભ્યો દ્વારા અભ્યાસના અભાવે મુલતવી રાખવામાં આવેલા 28 કામો પૈકીના મોટાભાગના કામોને આ બેઠકમાં બહાલી અપાઈ છે. આ મંજૂર થયેલા કામોમાં વાહન શાખામાં 14 નવા સીસીટીવી કેમેરા લગાવવા અને 10 સ્થાનિક ડ્રાઇવરોની ભરતી જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. જોકે, રેલવેની જમીનની અનિવાર્યતાના કારણે એક સીસી રોડનું કામ રદ કરવામાં આવ્યું છે. થોડા દિવસો અગાઉ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં રજૂ કરાયેલા 28 વધારાના કામો સભ્યોના પૂરતા અભ્યાસના અભાવે મુલતવી રાખવામાં આવ્યા હતા. તે સમયે કારોબારી ચેરમેન દ્વારા આગામી દિવસોમાં બીજી બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. આજની સમીક્ષા બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન નીલમ પટેલ ઉપસ્થિત રહી શક્યા ન હોવાથી, નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વહીવટી અને કર્મચારીલક્ષી બાબતો પર મહત્વના નિર્ણયો લેવાયા. વાહન શાખાના ફોરમેન દ્વારા કામના ભારણને કારણે ફિક્સ પગાર 22,000 રૂપિયા કરવાની રજૂઆતને સમિતિએ નામંજૂર કરી રદ કરી હતી. બીજી તરફ, સ્વચ્છતા શાખા દ્વારા વાહન શાખામાં 10 નવા ડ્રાઇવરો ફાળવવાની રજૂઆતને મંજૂરી અપાઈ હતી. નિર્ણય મુજબ, આ તમામ 10 ડ્રાઇવરો પાટણ શહેરના સ્થાનિક રહીશ હોય તેમને જ નોકરી પર રાખવામાં આવશે. આ ઉપરાંત, નગરપાલિકાનું જેટિંગ મશીન ભાડેથી ઈજારદારને આપવા માટે તેના ભાવમાં વધારો કરવાનું કામ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. 85 ઇંચના ટીવીની કોઈ આવશ્યકતા ન હોવાથી તેની ખરીદી ન કરવા માટે સૂચન કરાયું. શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ નિર્માણના કામોની સમીક્ષા અંતર્ગત, પાટણ શહેરના પીતાંબર તળાવથી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સામે સમાંતર ઝીલ રેસીડેન્સીના નાકા સુધી ટ્રી મિક્સ સીસી રોડ બનાવવાનું કામ એજન્ડા પર લેવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:ધન રાશિના જાતકોને મુશ્કેલ સમયમાં ચમત્કારિક મદદ મળશે, મીન રાશિ માટે સફળતાના નવા દ્વાર ખુલશે
    Next Article
    વલસાડ LCBએ નેશનલ હાઈવે પરથી દારૂ ઝડપ્યો:વેગનઆર કારમાંથી ₹2.59 લાખનો જથ્થો, ખેડાનો બુટલેગર જેલભેગો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment