Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં કન્ટેન્ટ ક્રિએટર્સને 15 દિવસમાં 60 હજાર કમાણી:ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો સહારો લીધો

    9 hours ago

    નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારનો માહોલ ગરમાયો છે. આ ચૂંટણી માત્ર રાજકીય પક્ષો માટે જ નહીં, પરંતુ શહેરના ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પણ આવકનો મોટો સ્ત્રોત બની છે. ઉમેદવારો દ્વારા ડિજિટલ માધ્યમોના ઉપયોગને કારણે ફોટોગ્રાફર્સ અને વિડિયોગ્રાફર્સને માત્ર 15 દિવસમાં ₹50,000 થી ₹60,000 સુધીની કમાણી થઈ રહી છે. મહાનગરપાલિકામાં હદ વિસ્તરણ બાદ દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા 15,000ને વટાવી ગઈ છે. આટલા મોટા જનસમુદાય સુધી રૂબરૂ પહોંચવું ઉમેદવારો માટે પડકારજનક બન્યું છે. ઉપરાંત, બપોરની ગરમીમાં ડોર-ટુ-ડોર પ્રચાર મુશ્કેલ બનતા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ ડિજિટલ માધ્યમોનો સહારો લીધો છે. ઉમેદવારો સોશિયલ મીડિયા રીલ્સ, પ્રોફેશનલ ફોટોગ્રાફી અને ડિજિટલ બેનર દ્વારા પ્રચાર કરી રહ્યા છે. આનાથી તેઓ ઓછા સમયમાં વધુ મતદારો સુધી પહોંચી શકે છે અને પોતાના સંદેશને અસરકારક રીતે રજૂ કરી શકે છે. વોર્ડ નંબર 10ના ઉમેદવાર સુનિલ રઘુનાથ પાટીલે જણાવ્યું કે, "અમે વોર્ડ નંબર 10માં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છીએ અને જનતાનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી દ્વારા પ્રમોટ કરાયેલ 'ડિજિટલ ઇન્ડિયા' આજે ખૂબ જ અસરકારક રીતે ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અમે પ્રમોશનની કામગીરી કરી છે." તેમણે ઉમેર્યું કે, આજના યુગમાં મોબાઈલ દરેકના હાથમાં હોવાથી, ડિજિટલ માધ્યમો જન-જન સુધી પહોંચવાનું ઉત્તમ માધ્યમ બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    સિહોર નજીક I-20માંથી 488 વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા:7.58 લાખનો મુદ્દામાલ જપ્ત, સપ્લાયરથી લઈ ખરીદદારો સુધી 7 શખ્સો સામે ગુનો નોંધાયો
    Next Article
    UP Board Result 2026 Date And Time: Class 10, 12 Results To Be Out Tomorrow, Check Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment