Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેલવે ડિવિઝનમાં પાણીના 249 નમૂનાઓની ચકાસણી થઈ:રેસિડ્યુઅલ ક્લોરિનના 199 અને જીવાણુના 50 નમૂનાઓના પરિણામો ધોરણો મુજબ સંતોષકારક

    1 day ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 21થી 28 ઑક્ટોબર, 2026 દરમિયાન પીવાના પાણીના 249 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી. તમામ નમૂનાઓના પરિણામો નિર્ધારિત ધોરણો મુજબ સંતોષકારક રહ્યા. ક્લોરિનના અને જીવાણુ ગુણવત્તાના નમૂનાઓ તપાસ્યા ડિવિઝનના તબીબી વિભાગે રેસિડ્યુઅલ ક્લોરિનના 199 અને જીવાણુ સંબંધિત ગુણવત્તાના 50 નમૂનાઓ તપાસ્યા હતા. બંને પ્રકારના નમૂનાઓમાં પરિણામો 100 ટકા સંતોષકારક રહ્યાં. મુસાફરોને સ્વચ્છ- સલામત પીવાનું પાણી આપવાનો ઉદેશ્ય સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું કે રેલવે સ્ટેશનો અને અન્ય રેલવે પરિસરોમાં મુસાફરોને સ્વચ્છ અને સલામત પીવાનું પાણી આપવા નિયમિત તપાસ કરવામાં આવે છે.આ પરીક્ષણોનો હેતુ પાણીની ગુણવત્તામાં ખામી હોય તો સમયસર ઓળખવાનો અને રેલવે પરિસરોમાં ગુણવત્તાના ધોરણો જાળવવાનો છે. તપાસ ચાલુ રખાશે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે મુસાફરોના સ્વાસ્થ્ય અને સલામતી માટે સ્વચ્છ પીવાનું પાણી આપવું રેલવેની પ્રાથમિકતાઓમાં સામેલ છે. મુસાફરોને સલામત સુવિધાઓ આપવા રાજકોટ ડિવિઝન આ પ્રકારની તપાસ ચાલુ રાખશે.
    Click here to Read More
    Previous Article
    વિજલપોરમાં એટીએમનું સરનામું પૂછી મહિલાને લૂંટી:અર્ધબેભાન કરી ₹80 હજારના દાગીના સેરવી લીધા;ત્રણ અજાણી મહિલાઓ સામે પોલીસ તપાસ શરૂ
    Next Article
    ડિંડોલી-પાંડેસરા બ્રિજના જોઈન્ટમાંથી એકાએક આગની જ્વાળાઓ નીકળતા દોડધામ:કેબલમાં ઓવરલોડિંગથી શોર્ટ સર્કિટ થયાનું ખુલ્યું, પાલિકાના લાઈટ વિભાગે કેબલ બદલાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment