Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજલપોરમાં એટીએમનું સરનામું પૂછી મહિલાને લૂંટી:અર્ધબેભાન કરી ₹80 હજારના દાગીના સેરવી લીધા;ત્રણ અજાણી મહિલાઓ સામે પોલીસ તપાસ શરૂ

    1 day ago

    નવસારીના વિજલપોરમાં એટીએમનું સરનામું પૂછવાના બહાને ત્રણ અજાણી મહિલાઓએ 48 વર્ષીય રમાબેન વિશ્વકર્માને અર્ધબેભાન કરી દીધા હતા. આરોપી મહિલાઓ તેમની પાસેથી ₹80 હજારની કિંમતના સોનાના દાગીના લઈને ફરાર થઈ જતાં વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શાકભાજી માર્કેટમાંથી પરત ફરતાં બનાવ બન્યો એરૂ ચાર રસ્તા પાસે રહેતા રમાબેન 6 October 2026 ના રોજ સાંજે પતિ સાથે વિજલપોર ફાટક પાસે શાકભાજી લેવા ગયા હતા. ખરીદી કરીને પરત ફરતી વખતે સંભાજીનગર શિવ મંદિર પાસે એક મહિલાએ એટીએમ પૂછ્યું અને બીજી મહિલાએ માથામાં ટપલી મારી તેમને અર્ધબેભાન કરી દીધા હતા. રૂમાલમાં મુકાવી ₹80 હજારના દાગીના પડાવ્યા ત્રણેય મહિલાઓ રમાબેનને શિવ મંદિર પાસે લઈ ગઈ હતી અને ત્યાં તેમની પાસેથી ₹40 હજારની સોનાની ચેઇન, ₹20 હજારની વીંટી તથા ₹20 હજારની કાનની કડી રૂમાલમાં મુકાવી લીધી હતી. ત્યારબાદ મહિલાઓ મેડિકલ સ્ટોર પાસે ઊભા રાખી રિક્ષા લાવવાનું કહીને ભાગી ગઈ હતી. પરિવારના ડરથી મોડી પોલીસ ફરિયાદ થઈ ઘટના બાદ ગભરાયેલા રમાબેને ઘરમાં ઠપકો મળવાના ડરથી શરૂઆતમાં કોઈને વાત કરી ન હતી. આગામી દિવાળીના તહેવાર ટાણે ઘરેણાં વિશે પૂછપરછ થવાની ચિંતા સતાવતા તેમણે પરિવારને વાત કરી હતી. બાદમાં પરિવારે હિંમત આપતા 29 October ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી વિજલપોર પોલીસે બનાવની ગંભીરતા જોઈ ગુનો નોંધી પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એચ. ફડદુની આગેવાનીમાં તપાસ શરૂ કરી છે. તહેવારોના સમયે નજરબંધી કે ઠગાઈ કરતી ગેંગ સક્રિય થતાં રહીશોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસ આરોપી મહિલાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
    Click here to Read More
    Previous Article
    'મોદી કહી નહીં જાયેગા...હમ તુમ્હારે સાથ હૈ' નારા લાગ્યા:ભીલડીમાં રોડ-શો કરી પીએમ BBBRC સેન્ટર પહોંચ્યાં, વાછરડાને વ્હાલ કરીને દૂધ પીવડાવ્યું; પ્રથમવાર ખાટલા સભા
    Next Article
    રાજકોટ રેલવે ડિવિઝનમાં પાણીના 249 નમૂનાઓની ચકાસણી થઈ:રેસિડ્યુઅલ ક્લોરિનના 199 અને જીવાણુના 50 નમૂનાઓના પરિણામો ધોરણો મુજબ સંતોષકારક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment