Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિંડોલી-પાંડેસરા બ્રિજના જોઈન્ટમાંથી એકાએક આગની જ્વાળાઓ નીકળતા દોડધામ:કેબલમાં ઓવરલોડિંગથી શોર્ટ સર્કિટ થયાનું ખુલ્યું, પાલિકાના લાઈટ વિભાગે કેબલ બદલાવ્યો

    1 day ago

    સુરતમાં ડિંડોલી-પાંડેસરા બ્રિજ પર રાત્રે જાણે રસ્તામાંથી આગ લાગી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. બ્રિજના રોડ જોઈન્ટમાંથી અચાનક આગની ભીષણ જ્વાળાઓ બહાર ફેંકાતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સિમેન્ટ-કોંક્રિટના બ્રિજ વચ્ચેથી અગનગોળા નીકળતા જોઈ ક્ષણભર માટે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા, જોકે ફાયર વિભાગની તપાસમાં સ્ટ્રીટ લાઈટના કેબલમાં ઓવરલોડિંગથી લાગેલી આગ હોવાનું સામે આવ્યું હતું. વાહનચાલકોએ ફાયર બ્રિગેડને જાણ કરી બ્રિજના બે જોઈન્ટ વચ્ચેથી એકાએક આગ બહાર નીકળતી જોઈ લોકો અચંબામાં પડી ગયા હતા કે સિમેન્ટ-કોંક્રિટના બ્રિજમાં આગ કઈ રીતે લાગી શકે. જોતજોતામાં આગે જોર પકડતાં કેટલાક જાગૃત વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક અસરથી ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. માહિતી મળતાં જ સ્થાનિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાબડતોબ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. વીજ કેબલ ગરમ થતા આગ લાગી હતી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યા બાદ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં સમગ્ર મામલો સ્પષ્ટ થયો હતો. બ્રિજ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટોનો મુખ્ય વીજ વાયર આ બ્રિજના જોઈન્ટમાંથી પસાર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ઓવરલોડિંગના કારણે આ વીજ કેબલ વધુ પડતો ગરમ થઈ ગયો હતો અને તેમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી. કેબલ જોઈન્ટની અંદર હોવાથી આગની જ્વાળાઓ સીધી રોડના જોઇન્ટમાંથી બહાર ફેંકાવા લાગી હતી. પાલિકાના લાઈટ વિભાગે કેબલ બદલાવ્યો ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાના લાઈટ વિભાગને તાત્કાલિક મેસેજ કરવામાં આવ્યો હતો. પાલિકાની લાઈટ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈપણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં ક્ષતિગ્રસ્ત અને બળી ગયેલા કેબલને દૂર કર્યો હતો. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતાં મોટી હોનારત ટળી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેલવે ડિવિઝનમાં પાણીના 249 નમૂનાઓની ચકાસણી થઈ:રેસિડ્યુઅલ ક્લોરિનના 199 અને જીવાણુના 50 નમૂનાઓના પરિણામો ધોરણો મુજબ સંતોષકારક
    Next Article
    'મોદી કહી નહીં જાયેગા...હમ તુમ્હારે સાથ હૈ' નારા લાગ્યા:ભીલડીમાં રોડ-શો કરી પીએમ મોદીએ BBBRC સેન્ટર, ET-IVF લેબનું ઉદ્ઘાટન કર્યું; વાછરડાને વ્હાલ કરીને દૂધ પીવડાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment