Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્સિંગ-પેરામેડિકલમાં પ્રવેશનો પાંચમો રાઉન્ડ પૂર્ણ:સરકારી કોલેજોની તમામ 2,489 બેઠકો ભરાઈ, MBBS-BDSમાં ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ બાદ પણ 88 બેઠકો હજુ ખાલી

    9 hours ago

    નર્સિંગ અને પેરામેડિકલના સરકારી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પાંચમા રાઉન્ડની સીટ ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. આ રાઉન્ડમાં 299 વિદ્યાર્થીઓને નવી બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે 86 વિદ્યાર્થીઓની અગાઉની ફાળવણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી સંસ્થાઓની કુલ 2,489 બેઠકોમાંથી તમામ બેઠકો ભરાઈ ગઈ છે. જોકે, હવે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ 29 ઓક્ટોબર સુધી ફી ભરીને 30 ઓક્ટોબર સુધીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે. ANM, ફિઝિયોથેરાપી અને B.Sc નર્સિંગની તમામ બેઠકો પેક ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ પ્રવેશ સમિતિ દ્વારા વર્ષ 2026-27 માટે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં પાંચમાં રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પાંચમાં રાઉન્ડમાં કુલ 3,341 વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કર્યું હતું. જેમાં 299 વિદ્યાર્થીઓને નવી સીટ જ્યારે 86 વિદ્યાર્થીઓની અગાઉ ફાળવેલી સીટમાં ફેરફાર થયો છે. સરકારી સંસ્થાઓમાં સહાયક નર્સિંગ (ANM), સ્નાતક ઑડિયોલોજી અને સ્પીચ-લેંગ્વેજ પેથોલોજી (BASLP), સ્નાતક ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ, સ્નાતક ફિઝિયોથેરાપી, બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ અને જનરલ નર્સિંગ એન્ડ મીડવાઇફરી સહિતના અભ્યાસક્રમોની કુલ 2,489 બેઠકો હતી. જેમાં તમામ સંસ્થાની મંજૂર થયેલી તમામ બેઠકો ભરાઈ ગઈ છે. 29 ઓક્ટોબર સુધી ફી ભરવાની મુદત હવે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ આગામી 29 ઓક્ટોબર સુધી ઓનલાઈન અને ઓફલાઇન ફી ભરી શકશે. વિદ્યાર્થીઓ 29 ઓક્ટોબરના બપોરે 3.30 વાગ્યા બાદ ઓનલાઇન અને ઑફલાઈન ફી ભરી શકશે નહીં. તેમજ ફી ભર્યા બાદ વિદ્યાર્થીઓએ 30 ઓક્ટોબર સુધીમાં માન્ય કરેલા હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે. મેડિકલ-ડેન્ટલમાં સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ બાદ પણ 88 બેઠકો ખાલી મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે યોજાયેલા ચોથા ઓનલાઇન સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ બાદ કુલ 88 બેઠકો ખાલી રહી છે. પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 21થી 26 ઓક્ટોબર દરમિયાન આ રાઉન્ડની પ્રવેશ ફાળવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેરિટના આધારે કુલ 223 બેઠકો ફાળવવામાં આવી હતી. આ પૈકી મેડિકલની 119 અને ડેન્ટલની 104 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં MBBSની કુલ 7,233 બેઠકોમાંથી 7,177 બેઠકો પર પ્રવેશ થયો છે, જ્યારે 56 બેઠકો ખાલી છે. બીજી તરફ ડેન્ટલ ( BDS )ની કુલ 1,219 બેઠકોમાંથી 1,187 બેઠકો ભરાઈ છે અને 32 બેઠકો ખાલી રહી છે. આમ, બંને અભ્યાસક્રમોની કુલ 8,452 બેઠકોમાંથી 8,364 બેઠકો ભરાઈ છે અને 88 બેઠકો હજુ ખાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વહુને કાઢવા સાસુ રાત્રે ‘ભૂત’ બનતી:‘અહીંથી જતી રહે, નહીંતર તારું સારું નહીં થાય’ કહી ડરાવતી, સંસાર બચાવવા લડતી પત્નીની કોર્ટમાં જીત
    Next Article
    વેરાવળ-જૂનાગઢ હાઈવે પર ટ્રકની કેબિનમાં આગ લાગી:જયવર્ધન પેટ્રોલ પંપ પાસે ડ્રાઈવરની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી, ફાયર ટીમે આગ બુઝાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment