Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-જૂનાગઢ હાઈવે પર ટ્રકની કેબિનમાં આગ લાગી:જયવર્ધન પેટ્રોલ પંપ પાસે ડ્રાઈવરની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી, ફાયર ટીમે આગ બુઝાવી

    10 hours ago

    વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જયવર્ધન પેટ્રોલ પંપ નજીક એક ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ડ્રાઈવરની સતર્કતા અને ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઓગળભાઈ મસરીભાઈ ચુડાસમાની માલિકીનો ટ્રક નંબર GJ-32-T-5687 પેટ્રોલ પંપ પાસે પાર્ક કરાયો હતો. કેબિનમાં આગ લાગતાં ડ્રાઈવરે સમયસર ટ્રકને પેટ્રોલ પંપથી થોડો આગળ ખસેડી લીધો. આનાથી આગ વધુ ફેલાવાનું જોખમ ઘટ્યું. આગની જાણ થતાં વેરાવળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ડી.સી.ઓ. હરપાલસિંહ ખેર અને ફાયરમેન કેતન વાળા સહિતની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    નર્સિંગ-પેરામેડિકલમાં પ્રવેશનો પાંચમો રાઉન્ડ પૂર્ણ:સરકારી કોલેજોની તમામ 2,489 બેઠકો ભરાઈ, MBBS-BDSમાં ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ બાદ પણ 88 બેઠકો હજુ ખાલી
    Next Article
    આવક અને મુલાકાતીઓની સંખ્યાના નામે કામ રોક્યું:કાંકરિયા ટોય ટ્રેનના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ આપવા ભાજપના નેતાઓએ દરખાસ્ત 15 દિવસ માટે બાકી રાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment