Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વહુને કાઢવા સાસુ રાત્રે ‘ભૂત’ બનતી:‘અહીંથી જતી રહે, નહીંતર તારું સારું નહીં થાય’ કહી ડરાવતી, સંસાર બચાવવા લડતી પત્નીની કોર્ટમાં જીત

    9 hours ago

    શહેરના ડુમસ રોડ વિસ્તારની પરિણીતાએ પોતાના ભાંગતા સંસાર અને માસૂમ પુત્રીના ભવિષ્યને બચાવવા માટે લડેલી કાનૂની લડાઈમાં મહત્વપૂર્ણ જીત મેળવી છે. કોર્ટે પત્નીને પતિ સાથે રહેવા જવાનો આદેશ કર્યો છે, જ્યારે સુનાવણી દરમિયાન હાજર ન રહેતાં પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી છૂટાછેડાની અરજીને ‘ડિસ્મિસ ફોર ડિફોલ્ટ’ હેઠળ રદ્દ કરી દીધી છે. સાસુ રાત્રે ભૂત બની ધમકાવતી હતી અરજદાર પત્ની કિન્નરીબેન તરફે એડવોકેટ શિવાની ચ્હાવાલાએ કોર્ટમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. પત્નીના જણાવ્યા મુજબ, સાસરીમાં સાસુ રોજ રાત્રે તેઓ ઊંઘતા હોય ત્યારે ‘ભૂત’ અને ડાકણનો વેશ ધારણ કરીને વહુને ડરાવતી હતી. સાસુ ડરામણા અવાજમાં ધમકી આપતી કે, "અહીંયાથી જતી રહે નહીં તો તારું સારું નહીં થાય!" આવા અસહ્ય માનસિક ત્રાસ આપી આખરે પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પત્ની સંયુક્ત પરિવાર તોડવા માગતી હતી સામે પક્ષે પતિએ છૂટાછેડાની અરજીમાં રજૂઆત કરી હતી કે, પત્નીને સંયુક્ત કુટુંબમાં ફાવતું ન હતું અને તે વૃદ્ધ સાસુ તથા ભાઈથી અલગ રહેવા સતત દબાણ કરતી હતી. પતિના આક્ષેપ મુજબ, પત્ની અવારનવાર ઝઘડા કરી મર્યાદાહીન વર્તન કરતી હતી. તેમજ સીધી રીતે છૂટાછેડા ન આપે તો દહેજ તથા મહિલા કાયદા હેઠળ જેલમાં ધકેલવાની અને આપઘાત કરી લેવાની ધમકી આપી સ્વેચ્છાએ પિયર જતી રહી હતી. પતિ ગેરહાજર રહેતાં દાવો રદ્દ, પત્નીને ઘરમાં તેડવા આદેશ પત્નીએ દાંપત્ય જીવન પુનઃસ્થાપિત કરવા તેડવાની અરજી કરી હતી, જ્યારે પતિએ છૂટાછેડા માગ્યા હતા. પતિ કોર્ટમાં સતત ગેરહાજર રહેતાં કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને માસૂમ પુત્રી તથા પત્નીના હિતમાં પત્નીની તરફેણમાં ચુકાદો આપી સંસાર બચાવવાની તક આપી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પંચે કહ્યું- SIRનું ફોર્મ 6 બદલાયું નથી:સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું- નિર્ણયો સૌની સંમતિથી લેવામાં આવ્યા; સુનાવણી કાલે
    Next Article
    નર્સિંગ-પેરામેડિકલમાં પ્રવેશનો પાંચમો રાઉન્ડ પૂર્ણ:સરકારી કોલેજોની તમામ 2,489 બેઠકો ભરાઈ, MBBS-BDSમાં ચોથા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ બાદ પણ 88 બેઠકો હજુ ખાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment