Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઉન્ટ ડાઉન:મોરબીમાં 246 બેઠક પર મતદાન માટે 857 બૂથ તૈયાર‎1915 ઇવીએમને સાચવવા 16 સ્ટ્રોંગરૂમ ઉભા કરાયા‎

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. આજે સાંજથી જ પ્રચાર પડઘમ શાંત બની ગયા છે અને મતદાન માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કુલ 246 બેઠક પર યોજાનાર આ ચૂંટણી જંગ માટે તંત્ર દ્વારા મતદાન મથકોથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની વ્યવસ્થા ઘડી કઢાઇ છે. ચૂંટણીના આંકડાકીય વિગતો પર એક નજર કરીએ તો ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા જંગી સાધન-સામગ્રી અને માનવબળની ફાળવણી કરવામાં આવી છે. કુલ 857 બુથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 225 બુથને ‘સંવેદનશીલ’ જાહેર કરી ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવશે. ઈવીએમ કુલ 1915 ઈવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી છે. 21 ચૂંટણી અધિકારીઓ સહિત કુલ 4285 કર્મચારી ચૂંટણી ફરજમાં જોડાશે.જિલ્લામાં કુલ 16સ્ટ્રોંગ રૂમ અને 6 રિસીવિંગ તેમજ ડીસ્પેચ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. 2000થી વધુ જવાનનો કાફલો તૈનાત ચૂંટણી જાહેર થયા બાદથી પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. એસપી (SP) ઉપરાંત ૪ ડીવાયએસપી (DySP), પીઆઈ (PI) અને પીએસઆઈ (PSI) સહિત કુલ ૨૦૦૦થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી તંત્ર સજ્જ:ડિસ્પેચિંગ, રીસીવિંગ અને કાઉન્ટીંગ માટે 6 સેન્ટરો તૈયાર કરાયા
    Next Article
    વિશ્વ પૃથ્વી દિવસની કરાઈ ઉજવણી:સોમનાથ સ્વામિ ગુરુકુળમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે છાત્રોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment