Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ પૃથ્વી દિવસની કરાઈ ઉજવણી:સોમનાથ સ્વામિ ગુરુકુળમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે છાત્રોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમિક કો-ઓર્ડિનેટર વિજયભાઈ કોટડીયાએ પીપીટી પ્રેઝન્ટેશન અને વિડિયો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી થતી પર્યાવરણને નુકસાની અને તેના વિકલ્પો વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર નરેશભાઈ એન. ગુંદરણીયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે 22 એપ્રિલે ઉજવાતો વિશ્વ પૃથ્વી દિવસ પૃથ્વી અને પ્રકૃતિના સંરક્ષણ માટે અત્યંત મહત્વનો છે. માનવ પ્રવૃત્તિઓના કારણે પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેને અટકાવવા માટે સમયસર પગલાં લેવાની જરૂર છે. તેમણે પૃથ્વી દિવસના ઇતિહાસ પર પણ પ્રકાશ પાડતા જણાવ્યું કે, 1970માં અમેરિકામાં પ્રથમ ઉજવણી થઈ હતી અને આજે તે વૈશ્વિક સ્તરે 190થી વધુ દેશોમાં ઉજવાય છે. વર્ષ 2026ની થીમ ઓર પાવર ઓર પ્લાનેટ રાખવામાં આવી છે. આ પ્રસંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાયન્સ કમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણીએ ઈકો-બ્રિક્સ બનાવવાની પ્રેક્ટિકલ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ પૃથ્વી સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    કાઉન્ટ ડાઉન:મોરબીમાં 246 બેઠક પર મતદાન માટે 857 બૂથ તૈયાર‎1915 ઇવીએમને સાચવવા 16 સ્ટ્રોંગરૂમ ઉભા કરાયા‎
    Next Article
    IPL 2026 Points Table Today: RCB vs GT Update Orange & Purple Cap, Runs and Wickets List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment