Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ:2.46 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા, ગેસના બાટલાઓમાંથી ખાલી સીલિન્ડરમાં રિફિલિંગ કરી ગ્રાહકોના જીવ સાથે ખેલાતો હતો ખેલ

    10 hours ago

    મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર શિવમ હોલ પાછળના એક ગોડાઉનમાં દરોડો પાડી ગેસના ગેરકાયદે રિફિલિંગ કરતા ત્રણ લોકોને પકડ્યા છે. પોલીસે કુલ 2,46,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુખ્ય આરોપી સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો. સ્થળ પરથી યશભાઈ, અમીરભાઈ અને ધવલભાઈ મનોજભાઈ ચૌહાણ (રહે. પારેખ શેરી, ગ્રીન ચોક, મોરબી) પકડાયા. ગોડાઉન ભાડે રાખનાર પ્રવીણભાઈ મનસુખભાઈ સારલા ફરાર છે, તેની શોધખોળ ચાલુ છે. આરોપીઓ આર્થિક ફાયદા માટે ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ ભરતા હતા. આનાથી ગ્રાહકોને ઓછા વજનના બાટલા મળતા અને ગંભીર અકસ્માતનું જોખમ રહેતું. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 54 ગેસ બાટલા, 50 હજારની છકડો રિક્ષા, મોટર, નળી, નોઝલ, વજનકાંટો, પાના, સીલ કાગળ, 29 બિલ, હિસાબના બે ચોપડા, 8,800 રોકડ, 50 હજારનું એક્ટિવા અને ત્રણ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે મુખ્ય આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રેડક્રોસ ગીર સોમનાથ દ્વારા ત્રણ જગ્યાએ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ:નિરાધાર આશ્રમ, ક્લાસીસ અને અંધ અપંગ કલ્યાણ કેન્દ્રમાં 150થી વધુ લોકોને માર્ગદર્શન અપાયું
    Next Article
    નવસારીમાં DYSP એસ. હરેશ ચાંદુએ પણ રાસડા લીધા:બીજા નોરતે ઇટાળવા રોડના રાસલોક સહિત મુખ્ય ગરબામાં ખેલૈયાઓ ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment