Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી ઈ-ચલણથી મોબાઈલ હેક કરી 24.40 લાખની ઠગાઈ:50 હજારના કમિશન માટે સાયબર માફિયાને બેંક એકાઉન્ટ ભાડે આપ્યું, ઇસ્લામની બંગાળથી ધરપકડ

    5 days ago

    સુરત શહેરમાં RTO ઈ-ચલાનની બનાવટી APK ફાઈલ મોકલી મોબાઇલ હેક કરી રૂપિયા 24.40 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી આરીફુલ ઇસ્લામ સૈયદ શાહને સુરત સાયબર ક્રાઈમ સેલે પશ્ચિમ બંગાળના હુગલી ખાતેથી દબોચી લીધો છે. 54 વર્ષીય આરીફુલ ઇસ્લામે સાયબર ગઠિયાઓ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને ભોગ બનનારના ખાતામાંથી મોટી રકમ સેરવી લેવામાં સક્રિય ગુનાહિત ભૂમિકા ભજવી હતી. નકલી E-Chalan.apk ફાઈલ મોકલી મોબાઈલનો કંટ્રોલ મેળવ્યો સાયબર માફિયાઓએ કાવતરું રચી બનાવટી ડિજિટલ RTO ઈ-ચલણની E-Chalan.apk નામની ફાઈલ તૈયાર કરી ફરિયાદીને મોકલી હતી. ફરિયાદી પાસે આ ફાઈલ ડાઉનલોડ કરાવીને તેમનો આખો મોબાઈલ ફોન હેક કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર તેમના બેંક ખાતામાંથી અલગ અલગ ત્રણ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 24,40,000 ટ્રાન્સફર કરીને મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચેરિટેબલ ટ્રસ્ટના નામે કરંટ એકાઉન્ટ ખોલી કમિશન મેળવતો હતો પશ્ચિમ બંગાળના સીંગુર ખાતેથી પકડાયેલા આરોપી આરીફુલ ઇસ્લામે પોતાના નામે એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું હતું. આ ટ્રસ્ટના નામે તેણે ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. સાયબર ફ્રોડની ગેરકાયદે રકમ સગેવગે કરવા માટે તેણે 50,000 રૂપિયાનું કમિશન લઈને આ બેંક એકાઉન્ટ સાયબર ટોળકીને સોંપ્યું હતું. આરોપીના આ કરંટ એકાઉન્ટમાં 29 નવેમ્બર 2025 સુધીમાં કુલ રૂપિયા 12,42,117ના શંકાસ્પદ વ્યવહારો પણ થયા હોવાનું સામે આવ્યું છે. ટોળકીના અન્ય સાગરિતો સામે પણ પોલીસનો સકંજો આ હાઈટેક સાયબર ગુનામાં ટેકનીકલ વર્કઆઉટના આધારે સુરત સાયબર સેલે અગાઉ બડનગર ખાતે રહેતા 26 વર્ષીય રીતીક સુનીલભાઈ બાલી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. હવે પશ્ચિમ બંગાળથી મુખ્ય મદદગાર આરીફુલ ઇસ્લામ પકડાતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. હુગલી જિલ્લાના બાસુબતી ગામમાંથી આરોપીને પકડી સુરત લાવીને આ રેકેટમાં જોડાયેલા અન્ય નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ધારપુર અને વડનગરમાં નવી અદ્યતન MRI સેવા:આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ; દર્દીઓને અમદાવાદના ધક્કામાંથી મુક્તિ મળશે
    Next Article
    ઘોડા, ગાય-ભેંસના લીવરની દવા બાળકો માટે પધરાવી:1 લિટરના પેકમાંથી બોટલ ભરી Liv.52 ડ્રોપ્સ 60 MLના નામે ડબલ ભાવે વેચતો, સુરત SOGએ સાજીદ મુલ્લાને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment