Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોડા, ગાય-ભેંસના લીવરની દવા બાળકો માટે પધરાવી:1 લિટરના પેકમાંથી બોટલ ભરી Liv.52 ડ્રોપ્સ 60 MLના નામે ડબલ ભાવે વેચતો, સુરત SOGએ સાજીદ મુલ્લાને દબોચ્યો

    5 days ago

    સુરત શહેરમાં માનવ જિંદગી સાથે ગંભીર ચેડાં કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઠવા વિસ્તારમાં બડેખા ચકલા પાસે આવેલા મેડિકલ સ્ટોરનો સંચાલક પશુઓની સારવાર માટે વપરાતી દવામાંથી રીફિલિંગ કરી બાળકો માટે વેચતો હતો. સુરત SOG ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી ગોપીપુરા મોમનાવાડ રોડ પર આવેલા શાંતિનાથ મેડિકલ સ્ટોર પર રેડ પાડી હતી. જ્યાંથી દુકાનદાર મોહમ્મદ સાજીદ ઇબ્રાહિમ મુલ્લાને ઝડપી લેવામાં આવ્યો હતો. સાજીદ મુલ્લા ઘોડા, ગાય, ભેંસ અને બળદ જેવા અબોલ પશુઓ માટે ઉપયોગમાં લેવાતું લીવર ટોનિક એડલ્ટની સાથે સાથે બાળકોને પણ પધરાવી રહ્યો હતો. પશુઓ માટે આવતી હિમાલયા કંપનીની Liv.52 Protec Liquid Animal Feed Supplementની 1 લિટર અને 5 લિટરના મોટા કેનમાંથી પ્રવાહી કાઢી તે 60 મિલિ અને 100 મિલિની બોટલોમાં જાતે જ ભરતો હતો. ત્યારબાદ તેના પર બાળકો માટે વપરાતી હિમાલયા Liv.52 Drops 60 મિલિના નકલી સ્ટીકર ચોંટાડી અસલ દવા કહી ડબલ ભાવે વેચતો હતો. દર્દીને તાત્કાલિક નુકસાન ન થતું હોવાથી તેનો ગેરફાયદો લેતો તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બંને દવાઓ લીવર માટેની જ હોવાથી ગ્રાહકોને તેની કોઈ જાણ પણ થતી ન હતી. સારી રીતે જાણતો હતો કે આ આયુર્વેદિક દવા છે, એટલે જો દર્દીને કોઈ સીધો ફાયદો ન થાય તો પણ તાત્કાલિક કોઈ મોટું નુકસાન દેખાશે નહીં, અને આ જ વાતનો ગેરલાભ ઉઠાવી તે આ દવા Liv.52 Dropsના નામે વેચી રહ્યો હતો. 330ની દવા ₹660માં પધરાવી, 1 વર્ષમાં 1000 બોટલો વેચી પોલીસ પૂછપરછ દરમિયાન નફાખોરીનો પણ ઘટસ્ફોટ થયો છે. જેમાં પશુઓ માટેની 1 લિટર બોટલની કિંમત ₹330 MRP છે, જ્યારે માનવ ઉપયોગ માટેની 60 મિલિની બોટલની કિંમત ₹160 MRP છે. આરોપી 1 લિટરના મોટા પેકમાંથી નાની નાની બોટલો ભરીને ₹330ની દવા આશરે ₹660 થી વધુ કિંમતે વેચતો હતો. આરોપી છેલ્લા 1 વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતો હતો અને અત્યાર સુધીમાં આવી આશરે 1000 જેટલી બોટલો નાગરિકોને વેચી હોવાની કબૂલાત કરી છે. તેની આ મેડિકલ દુકાન 20 વર્ષ જૂની છે. દીકરીના લાયસન્સ પર મેડિકલ સ્ટોર ચલાવતો મોહમ્મદ સાજીદ મુલ્લાની આ મેડિકલ દુકાન આશરે 20 વર્ષ જૂની છે. જોકે, મેડિકલ સ્ટોર ચલાવવા માટે જરૂરી લાયસન્સ અંગે તપાસ કરતાં બહાર આવ્યું કે, તાજેતરમાં જ તેની દીકરીએ B.Pharm (બેચલર ઓફ ફાર્મસી)નો અભ્યાસ પૂરો કર્યો હતો. જેથી દીકરીના ડિગ્રી સર્ટિફિકેટ અને ફાર્માસિસ્ટ લાયસન્સના આધારે આ દવાની દુકાનનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. દીકરીના લાયસન્સની આડ મેળવીને પિતા પશુઓના લીવર ટોનિકનું રીફિલિંગ કરી નિર્દોષ લોકો અને બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો ગેરકાયદે કાળો કારોબાર ચલાવી રહ્યો હતો. SOG ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે, આ એનિમલ ફીડ ઘોડા, ગાય અને ભેંસ સહિતના પશુઓ માટે વપરાય છે. આ આયુર્વેદિક દવા અને ટોનિક હોવાથી નુકસાન ન થાય તેવો લાભ આ શખ્સ ઉઠાવતો હતો. આ દવા અન્ય વેપારીઓ કે હોસ્પિટલમાં સપ્લાય કરતો કે કેમ તે દિશામાં તપાસ લોકોના આરોગ્ય સાથે ગંભીર છેતરપિંડી આચરવા બદલ અઠવા પોલીસ સ્ટેશનમાં આરોપી મોહમ્મદ સાજીદ મુલ્લા સામે BNS 2023ની કલમ 123, 125, 336-2, 336-3, 336-4 અને 278 તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીએ આ નકલી દવાનો જથ્થો અન્ય કોઈ દવાના વેપારીઓ, હોસ્પિટલો કે ક્લિનિકોમાં સપ્લાય કર્યો હતો કે કેમ, તેમજ નકલી સ્ટીકરો ક્યાં પ્રિન્ટ કરાવ્યા હતા તે તમામ દિશામાં સુરત SOG દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નકલી ઈ-ચલણથી મોબાઈલ હેક કરી 24.40 લાખની ઠગાઈ:50 હજારના કમિશન માટે સાયબર માફિયાને બેંક એકાઉન્ટ ભાડે આપ્યું, ઇસ્લામની બંગાળથી ધરપકડ
    Next Article
    હાઈકોર્ટે આરોપીની જામીન અરજી નકારી:બાંધકામની સાઇટ ઉપરથી સામાન ચોરીના કથિત આક્ષેપસર 6 કલાક માર્યા, બે કથિત ચોર પૈકી એકનું મોત નીપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment