Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારપુર અને વડનગરમાં નવી અદ્યતન MRI સેવા:આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ; દર્દીઓને અમદાવાદના ધક્કામાંથી મુક્તિ મળશે

    5 days ago

    પાટણના ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને મહેસાણાના વડનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા ઈ-લોકાર્પણ કરીને અદ્યતન MRI સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્તરે ઉત્તમ નિદાન સુવિધા આપવાના આયોજન હેઠળ શરૂ કરાયેલી આ સુવિધાઓથી ઉત્તર ગુજરાતના દર્દીઓને હવે ઘરઆંગણે જ રાહત દરે ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહેશે. ₹178.54 કરોડના ખર્ચે 14 હોસ્પિટલમાં સુવિધા રાજ્યભરની આરોગ્ય સેવાઓને સુદૃઢ કરવાના હેતુથી 14 મેડિકલ કોલેજોમાં કુલ ₹178.54 કરોડના ખર્ચે MRI સેન્ટરો સ્થાપવાનો મોટો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેના ભાગરૂપે તારીખ 14/10/2026 ના રોજ આ સેવાઓ લોકાર્પિત કરાઈ હતી. અગાઉ દર્દીઓને MRI તપાસ કરાવવા અમદાવાદ જવું પડતું હતું, જેનાથી મુક્તિ મળશે અને ખાનગી ક્ષેત્રના ₹3,000 થી ₹10,000 ના ખર્ચ સામે અહીં સરકારી દરે રાહત મળશે. 1.5 ટેસ્લા ક્ષમતાનું આધુનિક મશીન કાર્યરત ધારપુર હોસ્પિટલમાં 1.5 ટેસ્લા ક્ષમતા ધરાવતું વાઇડ-બોર MRI મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન વધુ જગ્યા ધરાવતું હોવાથી પરંપરાગત સાંકડી મશીનરીની સરખામણીએ દર્દીઓને તપાસ દરમિયાન અસ્વસ્થતા અનુભવાશે નહીં. આ મશીન ખાસ કરીને બ્રેઇન સ્ટ્રોક, મગજ, કરોડરજ્જુ, કમર અને હાડકાંની ગંભીર તકલીફોનું અત્યંત સચોટ અને ઝડપી નિદાન કરવામાં મદદરૂપ બનશે. પ્રસંગે વિવિધ પ્રજાતિના આગેવાનો રહ્યા ઉપસ્થિત ધારપુર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રજાતિના અગ્રણીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલ, સંગઠનના હોદ્દેદાર રમેશ સિંધવ તેમજ મેડિકલ કોલેજના સિનિયર તબીબો અને હોસ્પિટલનો કર્મચારીગણ હાજર રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત:દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત, સ્પેશિયલ ટ્રેનો દોડશે
    Next Article
    નકલી ઈ-ચલણથી મોબાઈલ હેક કરી 24.40 લાખની ઠગાઈ:50 હજારના કમિશન માટે સાયબર માફિયાને બેંક એકાઉન્ટ ભાડે આપ્યું, ઇસ્લામની બંગાળથી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment