Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે 24.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો‎:ભરૂચમાં ગૌચર જમીન પરથી 35 પશુ સાથે વાહનો ઝડપાયા

    1 week ago

    ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક ગૌચર જમીન પરથી પોલીસ દ્વારા 35 ભેંસો સાથે બે ટ્રક, એક કાર અને એક મોટરસાયકલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ 112 હેલ્પલાઇન પર મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોતા આશરે પાંચ જેટલા શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી બે ટ્રક જેમાં એક ખાલી હતી સાથે એક કારઅને એકબાઈક મળી આવી હતી. તપાસ દરમિયાન ટ્રક અને આસપાસથી કુલ 35 ભેંસો ટૂંકા દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી. જેમાં ખોરાક અને પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. પોલીસે આશરે રૂ. 24.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભેંસોને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે. આ મામલે ભેંસોને કતલ કરવા લઈ જવાના ઇરાદા સાથે પશુઓ પર ક્રૂરતા કરવાના ગુનામાં નાસીર અકુજી સહિતનાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    18 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન‎:ભરૂચ જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારીઓ પૂર્ણ થઇ
    Next Article
    જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો:ભરૂચના અરજદારોની ફરિયાદોનું કલેકટરની હાજરીમાં સમીક્ષા કરી સ્થળ પર જ નિરાકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment