Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો:ભરૂચના અરજદારોની ફરિયાદોનું કલેકટરની હાજરીમાં સમીક્ષા કરી સ્થળ પર જ નિરાકરણ

    1 week ago

    ભરૂચમાં બુધવારે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. સરકારના લોકાભિમુખ અભિગમ હેઠળ યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. જિલ્લામાંથી મળેલી વ્યક્તિગત તેમજ જાહેર હિત સંબંધિત અરજીઓ પર અરજદારો અને સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, મહેસૂલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ સહિતના વિભાગોની અરજીઓનો સમાવેશ થયો હતો. કલેક્ટરે અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી સ્થળ પર જ માર્ગદર્શન આપતાં અનેક ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ફેબ્રુઆરી માસમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોલીસે 24.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો‎:ભરૂચમાં ગૌચર જમીન પરથી 35 પશુ સાથે વાહનો ઝડપાયા
    Next Article
    હુમલો:ભોલાવમાં સફાઈ સુપરવાઈઝર પર પાવડા વડે જીવલેણ હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment