Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં લહેરાયો ભગવો:મોરબી મનપામાં ભાજપની ક્યાંક આંધી તો ક્યાંક રસાકસી, 2.44 લાખ મત સાથે એકચક્રી શાસન

    13 hours ago

    મોરબી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર વિજય મેળવીને એકચક્રી શાસન સ્થાપિત કરી દીધું હતું. રસ્તા, ગટર, પાણી અને ટ્રાફિક જેવી પાયાની સમસ્યાઓને લઈ મતદારોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો હતો, જેનો લાભ લેવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વિપક્ષ તરીકે મેદાને ઉતર્યા હતા. જોકે, મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં વિપક્ષી એકતાના અભાવે અને કોંગ્રેસ-આપ વચ્ચે મતોનું વિભાજન થતાં ભાજપનો વિજય માર્ગ અત્યંત સરળ બની ગયો હતો. મોરબી મહાપાલિકામાં કુલ 1,36,868 મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો, જેમાં પડેલા કુલ 4,28,328 મતોમાંથી ભાજપના 52 ઉમેદવારોએ 2,44,935 મતો મેળવીને સત્તા સંભાળી છે. મોરબી મનપાના વિવિધ વોર્ડમાં ભાજપ અને વિપક્ષ વચ્ચેની લડાઈ રસપ્રદ રહી હતી. ભાજપના ઉમેદવારોની ક્યાંક આંધી જોવા મળી હતી, તો કેટલાક વોર્ડમાં જીત મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. વોર્ડ નં. 3 માં ભાજપના ઉમેદવાર અર્પિતા બાએ 4636 મતોની સરસાઈ મેળવી હતી, જે સમગ્ર મહાનગરપાલિકામાં સૌથી વધુ લીડ રહી છે. બીજી તરફ, વોર્ડ નં. 5 માં ભાજપના ઉમેદવાર અને શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જીતનું અંતર માત્ર 1039 મતનું રહ્યું હતું. વોર્ડ નં. 2 માં પણ ભારે રસાકસી જોવા મળી હતી, જ્યાં એક મહિલા ઉમેદવાર વચ્ચે જીતનું અંતર માત્ર 854 મતોનું જ રહ્યું હતું.વોર્ડ નં. 10 માં ભાજપના વિજેતા ઉમેદવારોને 17,833 મત મળ્યા હતા, જેની સામે હરીફ ઉમેદવારોએ 17,409 મતો મેળવી મજબૂત લડત આપી હતી. આંકડાકીય વિશ્લેષણ મુજબ, મોરબીના ઘણા વોર્ડમાં ભાજપ કરતા વિરોધ પક્ષો અને અપક્ષોના કુલ મતોનો સરવાળો વધારે છે. જોકે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે મતો વહેંચાઈ જતાં ભાજપને વોક-ઓવર જેવી સ્થિતિનો સીધો લાભ મળ્યો હતો. વોર્ડ નં. 10 માં ભાજપે 17,833 મત મેળવ્યા, જેની સામે હરીફ ઉમેદવારોએ 17,409 મતો મેળવી મજબૂત લડત આપી હતી. મતદારોનો રોષ હોવા છતાં વિરોધ પક્ષો એક થઈ ન શકતા ભાજપને ફાયદો મળ્યો હતો. શા માટે વિપક્ષનો પરાજય થયો?
    Click here to Read More
    Previous Article
    ભીષણ આગને લઈ મેજર કોલ જાહેર કરાયો:કરજણ ધાવટ રોડ પર કાનમ પેપર મિલમાં ભીષણ આગ, 6 કલાક પછી પણ આગ બેકાબૂ
    Next Article
    ભાસ્કર એનાલિસીસ:સુરેન્દ્રનગર મનપામાં 37 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment