Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીના ડુંગરામાં 24.30 લાખની નકલી નોટો ઝડપાવાનો મામલો:વલસાડ એડિશનલ સેશન્સ કોર્ટે મહિલા આરોપીના જામીન નામંજૂર કર્યા

    12 hours ago

    વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં નકલી નોટો છાપવાના હાઈપ્રોફાઈલ કૌભાંડમાં પકડાયેલી મહિલા આરોપી છાયાદેવી સુદેશ મંડલની જામીન અરજી વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આ કૌભાંડમાં કુલ ₹24.30 લાખની નકલી નોટો ઝડપાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે લાખોની કિંમતની બનાવટી નોટો તૈયાર કરી હતી. આ ઘટના વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા નક્ષત્ર પેલેસમાં બની હતી. ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, પોલીસને હરિયાપાર્ક પાસે આવેલા નક્ષત્ર પેલેસના ફ્લેટ નંબર 102માં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. દરોડા દરમિયાન, પોલીસે આરોપી છાયાદેવીના ફ્લેટમાંથી ₹500ના દરની કુલ 4716 નકલી નોટો, જેની અંકિત કિંમત ₹23.58 લાખ થાય છે, તે જપ્ત કરી હતી. આ ઉપરાંત, સહ-આરોપી સંજય સોમનાથ પવાર પાસેથી પણ ₹72,000ની કિંમતની નકલી નોટો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી માત્ર નકલી નોટો જ નહીં, પરંતુ નોટો છાપવા માટે વપરાતા સાધનો પણ જપ્ત કર્યા હતા. જેમાં એક કલર પ્રિન્ટર, પ્રિન્ટરના કલરની ડબ્બીઓ, કટર, સ્ટીલની ફૂટપટ્ટી, ફેવી સ્ટિક, વાયર ટેપ, કોરા કાગળના પેકેટો અને અન્ય સ્ટેશનરી સામગ્રીનો સમાવેશ થાય છે. ગુનાની તપાસમાં CCTV ફૂટેજ અને મોબાઈલ ફોન જેવા ટેકનિકલ પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. જો આરોપીને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા ફરાર થઈ શકે છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે, જ્યારે ચાર્જશીટ રજૂ થઈ ચૂકી હોય અને ગુનામાં તેની સક્રિય સંડોવણી દેખાતી હોય, ત્યારે ન્યાયના હિતમાં જામીન આપી શકાય નહીં. આ કેસમાં હજુ અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે. વાપી કોર્ટે ટિપ્પણી કરી હતી કે, "ભારતીય અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડવા માટે આરોપીઓએ સમાન ઈરાદે આ કાવતરું રચ્યું હતું, જે અત્યંત ગંભીર ગુનો છે."
    Click here to Read More
    Previous Article
    પાટીદારોને રિઝવવા CM અને કેન્દ્રીય મંત્રીની જોડી મેદાનમાં:સુરતમાં 22 અને 23 એપ્રિલે CM ભૂપેન્દ્ર પટેલની મેગા બાઈક રેલી, માંડવીયા અને રૂપાલા જંગી સભાઓ સંબોધશે
    Next Article
    17 વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા:ભાવનગર એલસીબીએ ઉત્તર પ્રદેશના બલિયામાંથી બંને આરોપીને દબોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment