Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદારોને રિઝવવા CM અને કેન્દ્રીય મંત્રીની જોડી મેદાનમાં:સુરતમાં 22 અને 23 એપ્રિલે CM ભૂપેન્દ્ર પટેલની મેગા બાઈક રેલી, માંડવીયા અને રૂપાલા જંગી સભાઓ સંબોધશે

    10 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપે પોતાના સૌથી મજબૂત ગણાતા પાટીદાર વિસ્તારોમાં પકડ જાળવી રાખવા પૂરી તાકાત લગાવી દીધી છે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલી અને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા તથા પુરુષોત્તમ રૂપાલાની જંગી જાહેર સભાઓ દ્વારા ભાજપ શક્તિપ્રદર્શન કરશે. કેન્દ્રીય નેતૃત્વનું મેદાનમાં આગમન તા. 22 એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રીઓની જોડી પાટીદાર બહુલ વિસ્તારોમાં સભાઓ ગજવશે. મનસુખ માંડવીયા રાત્રે 9 કલાકે મોટા વરાછાના શિવધારા ચોક ખાતે જંગી સભાને સંબોધશે. પુરુષોત્તમ રૂપાલા કતારગામ દરવાજા અને અશ્વિનીકુમારના ધરમ નગર રોડ પર સભાઓ દ્વારા 'ટ્રિપલ એન્જિન' સરકારના વિકાસના કાર્યો રજૂ કરશે. 23 એપ્રિલ મુખ્યમંત્રીની મેગા બાઈક રેલી ગુરુવારે સાંજે 5 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરાછા વિસ્તારમાં જનતાની વચ્ચે સીધો સંવાદ કરવા મેગા બાઈક રેલીમાં જોડાશે. આ રેલી સીમાડા નાકાથી શરૂ થઈ નાના વરાછા, કલા કુંજ મંદિર, BAPS મંદિર, પીપી માણીયા હોસ્પિટલ અને કાપોદ્રા થઈ હીરાબાગ સર્કલ પર પૂર્ણ થશે. આ ભવ્ય રેલી દ્વારા ભાજપ વરાછાના હૃદય સમાન વિસ્તારોમાં યુવા મતદારોને આકર્ષવા અને સંગઠનની શક્તિ બતાવવા માંગે છે. વિકાસ અને 'ટ્રિપલ એન્જિન'નો એજન્ડા ભાજપના પ્રચારમાં સુરત ડાયમંડ બુર્સ, મેટ્રો રેલ અને તાપી રિવરફ્રન્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને સ્થાનિક નેતાઓના માઈક્રો પ્લાનિંગ હેઠળ દરેક વોર્ડમાં પ્રચાર તેજ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદે દિલ્હીને 243 રનનો ટાર્ગેટ આપ્યો:અભિષેક શર્માએ 68 બોલમાં 135 રન બનાવ્યા, 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા
    Next Article
    વાપીના ડુંગરામાં 24.30 લાખની નકલી નોટો ઝડપાવાનો મામલો:વલસાડ એડિશનલ સેશન્સ કોર્ટે મહિલા આરોપીના જામીન નામંજૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment