Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ:બાળકોને જીવલેણ રોગો સામે સુરક્ષિત કવચ આપવા સરકારનો નિર્ણય, 24 લાખ બાળકોને Td અને DPT રસી અપાશે

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી પી.એમ. બોરીજ સરકારી પ્રાથમિક શાળા ખાતેથી આજે ટીટેનસ-ડીપ્થેરિયા તથા ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યસ્તરીય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોને ધનુર, ડીપ્થેરિયા અને ઉટાંટિયા જેવા ગંભીર તથા જીવલેણ રોગો સામે સુરક્ષા પ્રદાન કરવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સઘન અભિયાનના પરિણામે રાજ્યમાં આ રોગોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ રાજ્યવ્યાપી રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમની માર્ગદર્શિકા અનુસાર આ અભિયાન અંતર્ગત ચોક્કસ વયજૂથના બાળકોને આવરી લેવામાં આવશે. બાળકોને Td અને DPT રસી અપાશે 10 વર્ષ અને 16 વર્ષની ઉંમર ધરાવતા શાળાના બાળકોને Td (ટીટેનસ અને ડીપ્થેરિયા)ની રસી આપવામાં આવશે. આ સાથે જ જે બાળકોએ પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે તેવા તમામ બાળકોને DPT (ત્રિગુણી) રસીનો બીજો બૂસ્ટર ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવશે. રાજ્યસ્તરીય લોન્ચિંગના સ્થળ એવી બોરીજ સરકારી પ્રાથમિક શાળામાં કુલ 917 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 150 બાળકોને રસી આપી અભિયાનની શરૂઆત જેમાંથી કાર્યક્રમ દરમિયાન જ ધોરણ-5ના 100 અને બાલવાટિકાના 50 સહિત કુલ 150 બાળકોને રસી આપી અભિયાનની શરૂઆત કરાઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યરત આર.બી.એસ.કે. ટીમો દ્વારા સ્થાનિક શાળાઓ અને બાલવાટિકાઓની મુલાકાત લઈને એક સઘન માઇક્રોપ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન જૂન અને જુલાઈ માસમાં માત્ર ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં જ અંદાજે 18,131 બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. 24 લાખ બાળકોને આ રસીકરણનો લાભ મળશે આ અભિયાન માત્ર ગાંધીનગર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર રાજ્યમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવશે. રાજ્યવ્યાપી આ મહાઅભિયાન અંતર્ગત ગુજરાતભરના આશરે 18.75 લાખ જેટલા શાળાએ જતા બાળકોને Td રસી આપવામાં આવશે. આ ઉપરાંત બાલવાટિકામાં અભ્યાસ કરતા અંદાજે 5.89 લાખ જેટલા ભૂલકાઓને DPT બૂસ્ટર રસીનો ડોઝ આપવામાં આવશે. આમ, સમગ્ર રાજ્યમાં કુલ 24 લાખથી વધુ બાળકોને આ રસીકરણનો લાભ મળશે. Td અને DPT રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને અત્યંત અસરકારક આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને જણાવવામાં આવ્યું છે કે, બાળકોને આપવામાં આવનારી Td અને DPT રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને અત્યંત અસરકારક છે. રસીકરણ દરમિયાન જો કોઈ બાળકમાં સામાન્ય આડઅસર (જેમ કે હળવો તાવ કે સોજો) જોવા મળે તો તેની તાત્કાલિક અને યોગ્ય સારવાર માટે તમામ રસીકરણ સ્થળો તેમજ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે AEFI કીટ અગાઉથી જ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    TET-1 પાસ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર હૈયાવરાળ ઠાલવી:જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષકની ભરતી કરવા માગ
    Next Article
    આણંદમાં બે વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:પેરોલ ફર્લો સ્ક્વોડે ટાઉન હોલ પાસેથી મોહસીનખાન પઠાણને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment