Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં બે વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:પેરોલ ફર્લો સ્ક્વોડે ટાઉન હોલ પાસેથી મોહસીનખાન પઠાણને દબોચ્યો

    22 hours ago

    આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપી મોહસીનખાન બશીરખાન પઠાણ (રહે. કંજરી સ્ટેશન રોડ, નડિયાદ) ને ઝડપી પાડ્યો છે. આરોપીને આણંદ ટાઉન હોલ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો.. પકડાયેલો આરોપી વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ આણંદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાની બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી આણંદના ટાઉન હોલ પાસે આવવાનો છે. બાતમીના આધારે, પીએસઆઈ જે.બી. વાઘેલાની ટીમે તાત્કાલિક આણંદ ટાઉન હોલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આરોપી ત્યાં આવતા જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરી વળીને ઝડપી પાડ્યો હતો. મોહસીનખાન પઠાણ સામે ભિલાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો ગુનો નોંધાયેલો છે. પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીની અટકાયત કરી તેને આગળની કાયદેસરની કાર્યવાહી અને ટ્રાન્સફર વોરંટની પ્રક્રિયા માટે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ:બાળકોને જીવલેણ રોગો સામે સુરક્ષિત કવચ આપવા સરકારનો નિર્ણય, 24 લાખ બાળકોને Td અને DPT રસી અપાશે
    Next Article
    Heavy Current in Gujarat Sea Live | દમણના દેવકા બીચ પર દરિયાદેવનું તોફાની સ્વરૂપ | Daman | Dwarka

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment