Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનામાં 24 માર્ચથી ગરીબી સર્વે શરૂ થશે:ફરિયાદો, RTI અરજીઓનો સમયસર નિકાલ કરવા કલેક્ટરની સૂચના

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિકલક્ષી પ્રશ્નોના ઝડપી અને અસરકારક ઉકેલ તેમજ ગરીબી નિવારણ માટેના વિશેષ સર્વે પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર ઉપાધ્યાયે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવનાર મલ્ટી ડાયમેન્શનલ પ્રોપર્ટી ઇન્ડેક્સ સર્વે અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં હાલમાં 9.41 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહ્યા છે. આવા પરિવારોને ગરીબીમાંથી બહાર લાવવા માટે આ સર્વે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આ સર્વે તા. 24 માર્ચના રોજ ઉના તાલુકાના તમામ ગામોમાં હાથ ધરવામાં આવશે. દરેક ગામ માટે એક ક્લાસ-1 અને એક ક્લાસ-2 અધિકારીની નિમણૂક કરવામાં આવશે. આ કામગીરીમાં તલાટીઓ સહિતના સ્થાનિક કર્મચારીઓ પણ સક્રિય રીતે જોડાશે. સર્વે દરમિયાન ગામોની આંગણવાડી, શાળા અને આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવશે. કુલ ૫૮ મુદ્દાઓ પર માહિતી એકત્રિત કરીને તેના આધારે ગરીબી નિવારણ માટેની આગળની કામગીરી નક્કી કરવામાં આવશે. કલેક્ટરએ બેઠકમાં નાગરિકોની ફરિયાદોને પ્રાથમિકતા આપીને સમયસર તેનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે આર.ટી.આઈ. હેઠળ માંગવામાં આવતી માહિતીનો સમયમર્યાદામાં જવાબ આપવો જરૂરી હોવાનું જણાવી બેદરકારી ન રાખવા તાકીદ કરી હતી. બેઠકમાં તાલાલા વિસ્તારના માલધારીઓને એસ.ટી. પ્રમાણપત્ર આપવાના પ્રશ્ન, વાડલા સહિતના ફોરેસ્ટ વિસ્તારમાં રસ્તામાં અવરોધરૂપ ઝાડ કાપવા અને સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા ગામોમાં પ્રવેશ માર્ગ જેવી સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટરએ સંબંધિત વિભાગોને આ તમામ મુદ્દાઓ અંગે સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. અગાઉના પડતર પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગો વચ્ચે સંકલન જાળવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકાયો હતો. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે દ્વારા નાગરિક અરજીઓના નિકાલ, નાગરિક અધિકાર પત્ર, પેન્શન કેસ, પગાર ફિક્સેશન અને સરકારી વસૂલાત જેવા મુદ્દાઓમાં સમયસર કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    AMCએ જાહેર કરી દેશની પ્રથમ ઈનોવેશન પોલિસી:અમદાવાદ બનશે સ્ટાર્ટઅપ્સની 'લિવિંગ લેબોરેટરી'; પાંચ વર્ષ માટે 250 કરોડનું ફંડ અને ટેક્સમાં 50% રાહત
    Next Article
    મહીસાગરમાં 4000થી વધુ ચકલીના માળાનું વિતરણ:વિશ્વ ચકલી દિવસે વન વિભાગ અને એડવેન્ચર એન્ડ નેચર ફાઉન્ડેશનની પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment