Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી ઓટો-પેમેન્ટ પર 24 કલાક પહેલા નોટિફિકેશન મળશે:યૂઝર્સ ઇચ્છે તો ચુકવણી રોકી શકશે, RBI એ ઇ-મેન્ડેટના નિયમો બદલ્યા

    11 hours ago

    હવે તમે નેટફ્લિક્સ અને યુટ્યુબ જેવી વિદેશી એપ્સના સબ્સ્ક્રિપ્શન માટે ઓટોમેટિક પેમેન્ટ ગમે ત્યારે રોકી શકશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ વિદેશી કંપનીઓને કરવામાં આવતા ઓટોમેટિક પેમેન્ટના નિયમો બદલી નાખ્યા છે. હવે જો તમે તમારા કાર્ડ કે UPI થી કોઈ વિદેશી સર્વિસ માટે ઈ-મેન્ડેટ એટલે કે દર મહિને પૈસા કપાતી સિસ્ટમ (ઈ-મેન્ડેટ) સેટ કરો છો, તો તમને પેમેન્ટના 24 કલાક પહેલા નોટિફિકેશન મળશે. આ માટે બેંકોને એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) એટલે કે OTP થી વેરિફિકેશન કરવું પડશે. આનો હેતુ યુઝરને ડિજિટલ ફ્રોડથી બચાવવાનો અને તેમને પોતાના ટ્રાન્ઝેક્શન પર વધુ કંટ્રોલ આપવાનો છે. ટ્રાન્ઝેક્શન લિમિટ: ₹15,000 સુધી વધારાના ઓથેન્ટિકેશન વગર પેમેન્ટ RBI એ ઇ-મેન્ડેટ ટ્રાન્ઝેક્શન માટે મર્યાદા પણ નક્કી કરી છે. ગ્રાહકો નક્કી કરી શકશે કે દર વખતે ચોક્કસ રકમ કપાય કે પછી મહત્તમ મર્યાદા નક્કી કરી શકે છે. જો તમે અલગ-અલગ મર્યાદા પસંદ કરો છો, તો બેંકે યુઝર પાસેથી મહત્તમ મૂલ્ય પૂછવું પડશે. આ ઉપરાંત, ઇ-મેન્ડેટમાં કોઈપણ પ્રકારના ફેરફાર અથવા તેને પાછું ખેંચવા માટે બેંકે યુઝર પાસેથી ફરીથી વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. ખોટા ટ્રાન્ઝેક્શનની 3 દિવસમાં રિપોર્ટિંગ પર પૂરો રિફંડ મળશે ખોટા ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં ગ્રાહકોની જવાબદારી નક્કી કરનારા RBI ના નિયમો ઈ-મેન્ડેટ પર પણ લાગુ પડશે. કોઈ વધારાનો ચાર્જ નહીં, ફ્રી મળશે ઈ-મેન્ડેટ સુવિધા RBI એ સ્પષ્ટ કર્યું છે કે બેંકો રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે ઈ-મેન્ડેટ સુવિધા આપવા બદલ ગ્રાહકો પાસેથી કોઈ શુલ્ક લઈ શકશે નહીં. આ ઉપરાંત, જો તમારું કાર્ડ એક્સપાયર થયા પછી ફરીથી જારી (Reissue) થાય છે, તો જૂના ઈ-મેન્ડેટ નવા કાર્ડ પર મેપ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    અભિષેક શર્માની આતશબાજી જેવી સેન્ચૂરી:કોહલી-રોહિતને જે કરતાં 19 વર્ષ થયા, તે અભિષેકે 184 ઈનિંગ્સમાં કરી બતાવ્યું; જુઓ IPL મેચના ટોપ મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
    Next Article
    ઈરાન-યુદ્ધને કારણે ભારતમાં ખાતર ઉત્પાદનમાં 25% ઘટાડો:જાણો- ઉત્પાદન ઘટવાના શું કારણો છે અને તેની દેશ પર શું અસર થશે?

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment