Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિષેક શર્માની આતશબાજી જેવી સેન્ચૂરી:કોહલી-રોહિતને જે કરતાં 19 વર્ષ થયા, તે અભિષેકે 184 ઈનિંગ્સમાં કરી બતાવ્યું; જુઓ IPL મેચના ટોપ મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

    9 hours ago

    સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026ની 31મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવી દીધું. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અભિષેક શર્માએ 9મી ટી-20 સદી ફટકારીને વિરાટ કોહલીની બરાબરી કરી લીધી. મંગળવારે અભિષેકે ફિલ્ડિંગમાં પણ કમાલ કરી. તેણે કેએલ રાહુલ અને નીતિશ રાણાના કેચ પકડીને મેચનો બાજી પલટી નાખી. હેનરિક ક્લાસને 100 IPL સિક્સ પૂરા કર્યા. વિરાટ કોહલી અને રોહિત શર્માના નામ ઘણીવાર રેકોર્ડ યાદીમાં ટોચ પર જોવા મળે છે. પરંતુ હવે આધુનિક ક્રિકેટમાં અભિષેક શર્મા કોહલી યુગનો અંત લાવી રહ્યા હોય તેવું લાગે છે. T20 ફોર્મેટમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તેમના 19 વર્ષના કારકિર્દીમાં મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ અભિષેક શર્માએ ફક્ત 184 ઇનિંગ્સમાં તેમનો રેકોર્ડ તોડીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે. અભિષેક શર્માની આતશબાજી જેવી સેન્ચૂરી દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. અભિષેક શર્માએ મેદાન પર આવતાની સાથે જ બેટમાંથી મેજિક ચલાવ્યું. તેણે પહેલા 200+ ના સ્ટ્રાઇક રેટથી ફિફ્ટી ફટકારી અને પછી ધમાકેદાર રીતે સદી પૂર્ણ કરી. અભિષેકે 68 બોલમાં 135 રનની ઇનિંગ રમી, જેમાં 10 છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા. આ સદીથી તેની IPLમાં સેન્ચૂરીની સંખ્યા બે થઈ ગઈ. SRH Vs DC મેચના ટોપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. અભિષેકે 184 ઇનિંગ્સમાં 9 ટી-20 સદી ફટકારી અભિષેક શર્માની ટી-20માં 9 સદી પૂરી થઈ ગઈ. તેણે આ સિદ્ધિ 184 ઇનિંગ્સમાં હાંસલ કરી, જે ભારતીયોમાં સૌથી ઝડપી છે. કોહલીને અહીં સુધી પહોંચવામાં 403 ઇનિંગ્સ લાગી હતી. ટી-20માં ઓવરઓલ સૌથી વધુ સદીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેમણે 22 સદી ફટકારી છે. બાબર આઝમ (12) અને ડેવિડ વોર્નર (10) તેમના પછી છે. 2. અભિષેકે 5મી વખત એક ઇનિંગ્સમાં 10+ સિક્સર ફટકારી અભિષેક શર્માએ ટી-20માં પાંચમી વખત એક ઇનિંગ્સમાં 10 કે તેથી વધુ સિક્સર ફટકારી. તે આ મામલે બીજા નંબર પર પહોંચી ગયો છે. તેનાથી આગળ ક્રિસ ગેલ છે, જેમણે 18 વખત આવું કર્યું છે. એવિન લુઈસ અને શ્રેયસ ઐયરે 4-4 વખત આ કારનામું કર્યું છે. IPLમાં આ બીજી વખત છે જ્યારે અભિષેકે એક ઇનિંગ્સમાં 10 સિક્સર ફટકારી અને તે ગેલ પછી આવું ઘણી વખત કરનાર બીજો બેટ્સમેન બન્યો. તેણે ટી-20 ક્રિકેટમાં 350 સિક્સર પણ પૂરી કરી લીધી. 3. અભિષેકે કેએલ રાહુલને પાછળ છોડ્યો અભિષેક શર્માએ IPLમાં અણનમ 135 રન બનાવીને કેએલ રાહુલ (132*)ને પાછળ છોડી દીધા છે. તેઓ IPLના હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોરરની યાદીમાં બીજી વખત સામેલ થયા છે. આ પહેલા ગયા વર્ષે તેમણે 141 રનની ઇનિંગ રમી હતી. T-20માં 130+ સ્કોરના મામલે અભિષેક 4 વખત સાથે ટોચ પર પહોંચી ગયા છે, જ્યારે એરોન ફિન્ચ અને ક્રિસ ગેલે 3-3 વખત આ પરાક્રમ કર્યું છે. 4. ક્લાસેન IPLમાં 100 સિક્સર ફટકારનાર ત્રીજા સૌથી ઝડપી બેટ્સમેન હેનરિક ક્લાસેન IPLમાં 100 છગ્ગા ફટકારનાર ત્રીજા સૌથી ઝડપી બેટ્સમેન બની ગયા છે. તેમણે આ સિદ્ધિ 52 ઇનિંગ્સમાં હાંસલ કરી. તેમની આગળ ક્રિસ ગેલ (37 ઇનિંગ્સ) અને આન્દ્રે રસેલ (47 ઇનિંગ્સ) છે. બોલના હિસાબે ક્લાસેન 1072 બોલમાં આ આંકડા સુધી પહોંચ્યા અને સાતમા સ્થાને છે. અહીંથી ટોપ-5 મોમેન્ટ્સ… 1. અક્ષર પટેલની 100મી ટી-20 મેચ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ ટીમ માટે પોતાની 100મી ટી-20 મેચ રમી રહ્યા છે. તેઓ 2019થી ટીમનો ભાગ છે અને તે જ વર્ષે 5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. શાનદાર પ્રદર્શનને કારણે તેમને મેગા હરાજી પહેલા 16.50 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા. 14 માર્ચ 2025ના રોજ તેમને ટીમની કમાન સોંપવામાં આવી હતી. 2. અભિષેકની હાફ સેન્ચુરી, રનઆઉટ થતા બચ્યા 9મી ઓવરના પહેલા બોલ પર અભિષેક શર્માએ હાફ સેન્ચુરી પૂરી કરી. તેણે અક્ષર પટેલના બોલને લેગ સાઈડમાં રમીને બે રન લીધા. બીજા રન પર થ્રો વિકેટકીપર કેએલ રાહુલ પાસે આવ્યો, પરંતુ તે બોલને સ્પષ્ટ રીતે કલેક્ટ કરી શક્યો નહીં. રિપ્લેમાં દેખાયું કે જો રાહુલ બોલ પકડી લેત તો અભિષેક ક્રીઝની બહાર હોત. 3. નીતિશ રાણાએ અભિષેકનો કેચ છોડ્યો 13મી ઓવરના ત્રીજા બોલ પર અભિષેક શર્માને વધુ એક જીવનદાન મળ્યું. ટી. નટરાજનના લો ફુલટોસ પર તેણે બેકવર્ડ પોઈન્ટ ઉપરથી રમવાનો પ્રયાસ કર્યો. ડીપમાં ઉભેલા નીતીશ રાણા ડાબી બાજુ દોડતા પહોંચ્યા, પરંતુ બંને હાથથી કેચ પકડવા છતાં બોલ તેમના હાથમાંથી છટકી ગયો. 4. અભિષેકની સદી અને ઈશાન કિશન રનઆઉટ 14મી ઓવરના બીજા બોલ પર અભિષેક શર્માએ છગ્ગો ફટકારી સદી પૂરી કરી. નીતિશ રાણાના શોર્ટ બોલને તેણે ડીપ મિડવિકેટ ઉપરથી પુલ કર્યો. આ જ ઓવરના ચોથા બોલ પર ઈશાન કિશન રનઆઉટ થઈ ગયા. અભિષેકે બોલને સામે રમ્યો, પરંતુ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા ઈશાન ઘણા આગળ નીકળી ચૂક્યા હતા. નીતિશ રાણાએ બોલને સ્ટમ્પ્સ પર ડિફ્લેક્ટ કર્યો અને ઈશાન સમયસર ક્રીઝમાં પાછા ફરી શક્યા નહીં. 5. અભિષેકે રાહુલ-રાણાના કેચ પકડ્યા અભિષેક શર્માએ ફિલ્ડિંગમાં કમાલ કરતા સતત ઓવરોમાં બે કેચ પકડીને મેચનો રુખ બદલી નાખ્યો. 10મી ઓવરમાં ઈશાન મલિંગાના ફુલ લેન્થ બોલ પર નીતિશ રાણાએ લોંગ-ઓન ઉપરથી શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટ પર યોગ્ય રીતે આવ્યો નહીં. લોંગ-ઓનથી દોડતા અભિષેક શર્માએ આગળ સ્લાઈડ કરીને લો કેચ પકડ્યો. રાણા 30 બોલમાં 57 રન બનાવીને આઉટ થયા. આ પહેલા 9મી ઓવરમાં સાકિબ હુસૈનની ફુલટોસ બોલ પર કેએલ રાહુલે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાઈમિંગ યોગ્ય ન રહ્યું અને બોલ ડીપ બેકવર્ડ સ્ક્વેર પર ઉભેલા અભિષેકના હાથમાં ગયો. રાહુલ 23 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો. -
    Click here to Read More
    Previous Article
    How electricity trading happens in India, and why a restructuring is on the cards
    Next Article
    વિદેશી ઓટો-પેમેન્ટ પર 24 કલાક પહેલા નોટિફિકેશન મળશે:યૂઝર્સ ઇચ્છે તો ચુકવણી રોકી શકશે, RBI એ ઇ-મેન્ડેટના નિયમો બદલ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment