Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૌટુંબિક કાકાએ ભત્રીજાની હત્યા કરી:24 સપ્ટે.યુનિવર્સિટી બંધનું NSUIનું એલાન,સરકારી તંત્રને AI માટે હવે મળશે મફત GPU પાવર, નશામાં ધૂત પોલીસકર્મીએ કર્યો અકસ્માત

    12 hours ago

    રાષ્ટ્રપતિના હસ્તે 30 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ વડોદરાની એમએસ યુનિ.નો પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યો, કહ્યું 'ગોલ્ડ મેડલ મેળવનારમાં દીકરીઓની સંખ્યા વધારે છે જે ભારતની બદલાઈ રહેલી તસવીર બતાવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નિર્લિપ્ત રાયના નિર્ણયથી ફફડાટ રાજકોટના IG નિર્લિપ્ત રાયના નિર્ણયથી રાજકોટ રેન્જમાં ફફડાટ..પોલીસના સગા સબંધી કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહિ તેની સ્પષ્ટ માહિતી માંગી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારી તંત્રને AI માટે હવે મળશે મફત GPU પાવર ગુજરાતમાં સરકારી તંત્રને AI માટે હવે મળશે મફત GPU પાવર...સરકારી વિભાગો-સંસ્થાઓ-પસંદગીના AI સ્ટાર્ટઅપ્સને 100% સબસિડીથી હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુવિધા મળશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કમાટીબાગ ખાતે સંકલ્પ દિવસની ઉજવણી વડોદરાના કમાટીબાગ ખાતે સંકલ્પ દિવસની ઉજવણી..જીગ્નેશ મેવાણીએ કહ્યું-RSS અને ભાજપ આંબેડકર નહીં સાવરકરની વિચારધારામાં માનનારા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PMJVK પ્રોજેક્ટના PI પદેથી નીરજા ગુપ્તાનું રાજીનામું એક બાદ એક વિવાદો ખૂલતા ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટરના પદેથી રાજીનામું આપી ગ્રાન્ટના 14 કરોડ રુ. પરત કર્યા. જો કે હજુ તેઓ 2 પ્રોજેક્ટમાં પીઆઈના પદે યથાવત છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 સપ્ટે.યુનિવર્સિટી બંધનું NSUIનું એલાન આ તરફ એનએસયુઆઈએ રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે યુનિ.માં હલ્લાબોલ કર્યો. રજિસ્ટ્રારની ઓફિસનો દરવાજો તોડી, તેની ખુરશીને નકલી નોટોનો હાર પહેરાવ્યો.એટલું જ નહીં 24 સપ્ટેમ્બરે યુનિ. બંધનું પણ એલાન આપ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૌટુંબિક કાકાએ ભત્રીજાની હત્યા કરી તાલાલામાં જૂના વિવાદનું મનદુ:ખ રાખી કૌટુબિંક કાકાએ ભત્રીજાની હત્યા કરી. કુહાડીના ઘા મારી ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત પોલીસકર્મીએ કર્યો અકસ્માત અમદાવાદના ચાંદખેડામાં દારૂના નશામાં ક્રેટાચાલક કોન્સ્ટેબલે એક્ટિવાને ટક્કર મારી, જેમાં કાકા-ભત્રીજીને ઈજા પહોંચી. નશામાં ચૂર કોન્સ્ટેબલે રોફ ઝાડતા કહ્યું કેસ કરી દો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કન્સ્ટ્રક્શન સાઈટ પર યુવકનો મૃતદેહ મળ્યો વડોદરાના તરસાલી બાયપાસ પર કન્સ્ટ્રક્શન સાઈટ પર યુવકનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો.. યુવકે આત્મહત્યા કરી કે કેમ તેને લઈને તપાસ શરુ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.. રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતા 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ વચ્ચે કચ્છમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ભાજપે તમામ રાજ્યોમાં નવા પ્રભારીઓની જાહેરાત કરી:સંગઠનમાં ફેરફારથી સ્મૃતિ ઈરાની, રામ માધવ અને હરીશ દ્વિવેદી સહિત 6 નેતાઓનું કદ વધ્યું
    Next Article
    અરવલ્લીમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:જિલ્લા રજિસ્ટ્રાર સહિત સહકારી સંસ્થાઓના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment