Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાસ આંદોલનના બાકી કેસો પરત ખેંચવા બાંભણિયાની રજૂઆત:સુરતના 24 સહિત ગુજરાતના 90 કેસ હજુ પણ બાકી

    17 hours ago

    પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા બાકી પોલીસ કેસો પરત ખેંચવાની માંગ સાથે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. બાંભણિયાના જણાવ્યા મુજબ, સુરત અને સુરત જિલ્લામાં નોંધાયેલા 24 જેટલા પોલીસ કેસો હજુ સુધી પરત ખેંચવામાં આવ્યા નથી, જ્યારે સમગ્ર ગુજરાતમાં આશરે 90 કેસો પરત ખેંચવાના બાકી છે. તેમણે જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા મોટાભાગના કેસો રાજ્ય સરકારે અગાઉ પરત ખેંચી લીધા છે, પરંતુ કેટલાક કેસો હજુ કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયાઓ વચ્ચે અટવાયેલા છે. આવા કેસો અંગે સરકાર સમક્ષ ફરી રજૂઆત કરવામાં આવી છે. બાકી રહેતા કેસો વહેલીતકે પરત ખેંચવાની માગ દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે સુરતમાં 26થી વધુ કેસો પરત ખેંચવાની પ્રક્રિયા બાકી છે, જેમાંથી 24 કેસો સુરત અને સુરત જિલ્લાના છે. સરકાર દ્વારા આ કેસો પરત ખેંચવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું પણ તેમણે દાવો કર્યો હતો.પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો સામે નોંધાયેલા બાકી કેસોને વહેલી તકે પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે સરકારને રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પોરબંદરનો GRD જવાન ઝડપાયો:લગ્નમાં ઓળખાણ બાદ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી નરાધમે આચર્યું પાપ, આપત્તિજનક ફોટા પાડી બ્લેકમેલિંગ કરતા આરોપી ની પોલીસે ધરપકડ કરી
    Next Article
    વેરાવળમાં 5.87 લાખનો દારૂ જપ્ત, ચાર ઝડપાયા:ગીર સોમનાથ પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment