Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 5.87 લાખનો દારૂ જપ્ત, ચાર ઝડપાયા:ગીર સોમનાથ પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

    16 hours ago

    ગીર સોમનાથ પોલીસે પ્રોહિબિશન ગુનાઓ સામે કાર્યવાહી તેજ કરી છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે વેરાવળમાં મોટી કાર્યવાહી કરી. બાતમીના આધારે, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપુત અને તેમની ટીમે વેરાવળના 80 ફૂટ રોડ નજીક દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી ચાર આરોપીઓની ધરપકડ કરી વેરાવળ સિટી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ચિરાગ રાજુભાઈ બારીયા (ઉ.વ.24), રાકેશ રાજુભાઈ વાઢેર (ઉ.વ.28), રોહિત હરેશભાઈ વાઢેર (ઉ.વ.20) અને ધનસુખ ઉર્ફે રાજેશ રમેશભાઈ ભુવાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓ ચોરવાડ વિસ્તારના રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો પૂરો પાડનાર ઘાંટવડ ગામનો યુનુસ મકરાણી અને દારૂ મંગાવનાર વેરાવળનો રાજેશ ઉર્ફે રાજ્યો સિંધી ફરાર છે. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કુલ 5.87 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 57,600 રૂપિયાની 576 વિદેશી દારૂની બોટલો, 30 હજાર રૂપિયાના ત્રણ મોબાઇલ ફોન અને 5 લાખ રૂપિયાની મારુતિ સુઝુકી બલેનો કારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ પ્રોહિબિશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને ફરાર આરોપી રાજેશ ઉર્ફે રાજ્યો સિંધી સામે પ્રોહિબિશન તેમજ મારામારીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ દર્શાવે છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપુતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.સી. સિંધવ, પીએસઆઈ એચ.એલ. જેબલિયા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ પટાટ, સુનિલભાઈ સોલંકી અને અન્ય પોલીસ કર્મચારીઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    પાસ આંદોલનના બાકી કેસો પરત ખેંચવા બાંભણિયાની રજૂઆત:સુરતના 24 સહિત ગુજરાતના 90 કેસ હજુ પણ બાકી
    Next Article
    મોરવા હડફ શાળામાં 96 લાખના 8 નવા ઓરડા:શાળા પ્રવેશોત્સવ સાથે વર્ગખંડોનું લોકાર્પણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment