Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભારે વરસાદને લઈ તંત્રની પોલ ખુલી:બે દિવસમાં 24 જગ્યાએ રસ્તા બેઠા, મ્યુ. કમિશનર એક્શન મોડમાં; 9 એજન્સીઓને નોટિસ ફટકારી

    2 days ago

    સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે અલગ-અલગ વિસ્તારોમાં કુલ 24 જેટલા સ્થળોએ રસ્તાઓ બેસી જવાની (રોડ સેટલમેન્ટ) ગંભીર ઘટનાઓ સામે આવી છે. પોશ વિસ્તારોથી લઈને લિંબાયત અને વરાછા જેવા ગીચ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને પગલે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ધરાશાયી થતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરની બિસ્માર હાલતથી મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું વરસાદની શરૂઆતમાં જ શહેરની આવી બિસ્માર હાલત થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. આ ઘટનાઓને ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જવાબદાર 9 એજન્સીઓને (શો-કોઝ) નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યત્વે ડ્રેનેજ વિભાગ અને હાઇડ્રોલિક (વોટર સપ્લાય) વિભાગમાં આ નોટિસ આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ચોમાસા પહેલાં કરાયેલી ખોદકામની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થવાને કારણે તેમજ ડ્રેનેજ લાઈનોમાં લીકેજના લીધે રસ્તાઓ અંદરથી પોલા થઈ ગયા હતા, જે વરસાદી પાણી ભરાતા બેસી ગયા છે. 24 સ્થળોએ રસ્તા બેસી જતાં મ્યુ. કમિશનર એક્શન મોડમાં ચોમાસાની શરૂઆતમાં જ 24 સ્થળોએ રસ્તા બેસી જતાં કમિશનર એમ. નાગરાજન એક્શન મોડમાં આવ્યા છે. તેમણે આજે તાકીદની બેઠક બોલાવીને તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરો, સિટી એન્જિનિયરો અને હાઇડ્રોલિક-ડ્રેનેજ વિભાગના વડાઓ સાથે હાઈલેવલ મીટિંગ યોજી હતી. કમિશનરે આ બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી અને યુદ્ધના ધોરણે સમારકામ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આકરા પગલાં લેવા સૂચના આપી છે. તમામ ઝોનના અધિકારીઓને સતર્ક રહેવા કડક આદેશ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કમિશનર એમ. નાગરાજન દ્વારા તમામ ઝોનના અધિકારીઓને પોતપોતાના ઝોન પર જ હાજર રહી સતર્ક રહેવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. તમામ રસ્તાઓને રિપેરિંગની કામગીરી તાકીદે હાથ ધરી સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર એમ. ડી. ચાવડાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં થયેલ વરસાદમાં સુરત શહેરના અલગ-અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બન્યા છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કામગીરી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે. મોટા ભાગના રસ્તાઓને એકથી બે કલાકમાં રિપેરિંગ કરી અને પૂર્વવત કરવામાં આવેલ. બાકીના બાકીના સ્થળોએ પણ ચારથી પાંચ કલાકમાં તમામ કામગીરી પૂર્ણ કરી, રિપેરિંગની કામગીરી કરી અને રસ્તો પૂર્વવત કરવામાં આવ્યા છે. જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પાઠવી હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કામગીરી પૂર્ણ થવાની બાકી નથી, તમામ સ્થળોએ પૂર્ણ થઈ ગઈ છે. વધુમાં, આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બન્યા છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ મ્યુનિ. કમિશનર દ્વારા તમામ ઝોનલ ચીફ તથા તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી અને કાયમી રીતે, નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી અને જરૂરી પગલાં તમામ લેવાની તાકીદ કરવામાં આવી છે. જો આ પ્રકારના બનાવો બને તો તાકીદે તેને રિપેરિંગ કરવા અને આગોતરૂ આયોજન કરી અને આ પ્રકારની બનાવો ન બને તે પ્રમાણેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. સમિતી ચેરમેને મ્યુનિ.કમિ.ને નોંધ મોકલીને ટેન્ડરમાં સુધારા કરવા કહ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમસ્યા અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે ફેબ્રુઆરી માસમાં મ્યુનિ.કમિ.ને મોકલેલી નોંધમાં જણાવ્યું હતું કે, વારંવાર રસ્તાઓ બેસી જવાની ઘટનાઓથી મનપાની બદનામી થાય છે, જેથી ટેન્ડરની શરતોમાં જ સુધારો કરીને આ જવાબદારી ઈજારદારોના માથે નાખવામાં આવે. શાસકો દ્વારા ફેબ્રુઆરી મહિનામાં મુકાયેલી આ નોંધના આધારે હવે મનપા કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર જાહેર કરીને તમામ ઝોન અને વિભાગીય વડાઓને આ શરતનો ચુસ્તપણે અમલ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    GSSSBનું 6 માસિક પરીક્ષા કેલેન્ડર જાહેર:CCE-1, CCE-2 સહિત અનેક ભરતી પરીક્ષાની તારીખો જાહેર, લાખો ઉમેદવારો માટે મોટા સમાચાર
    Next Article
    મનપા માટે ‘ધોળો હાથી’ બન્યુ સુરતનું ઇન્ડોર સ્ટેડિયમ:ક્યારેક ₹70 લાખ ઉપજતા હતા આજે બેઝ પ્રાઇઝ માત્ર ₹20 લાખ, નવરાત્રિ માટે ભાડે આપવાની ટેન્ડર પ્રક્રિયા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment