Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSSSBનું 6 માસિક પરીક્ષા કેલેન્ડર જાહેર:CCE-1, CCE-2 સહિત અનેક ભરતી પરીક્ષાની તારીખો જાહેર, લાખો ઉમેદવારો માટે મોટા સમાચાર

    3 days ago

    ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુલાઈથી ડિસેમ્બર-2026 સુધીના આગામી 6 મહિનાનું સત્તાવાર પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં CCE ગ્રુપ-A અને ગ્રુપ-B, સર્વેયર, MPHW, FHW, કમ્પાઉન્ડર, લેબ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક સહિતના અનેક મહત્વના સંવર્ગોની પરીક્ષાઓની સંભવિત તારીખો અને માસ જાહેર કરાયા છે, જે ઉમેદવારો માટે એક સચોટ માર્ગદર્શક સાબિત થશે. મહિનાવાર પરીક્ષાઓનું આયોજન મંડળ દ્વારા જુલાઈથી લઈને વર્ષના અંત સુધી કયા મહિનામાં કઈ પરીક્ષાઓ લેવાશે તેની વિગતવાર બ્લૂપ્રિન્ટ નીચે મુજબ તૈયાર કરાઈ છે: ડિસેમ્બરમાં સૌથી મોટી CCE-2 પરીક્ષા: 2,422 જગ્યાઓ પર ભરતી આ કેલેન્ડરની સૌથી મહત્વની અને મોટી જાહેરાત ડિસેમ્બર-2026ની છે. મંડળ દ્વારા ડિસેમ્બર મહિનામાં CCE-2 (Combined Competitive Exam) નું આયોજન કરવામાં આવશે. આ મેગા ભરતી પરીક્ષા અંતર્ગત કુલ 2,422 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં નીચે મુજબના ક્લાસ-3 ના લોકપ્રિય પદોનો સમાવેશ થાય છે: મેઇન્સ (મુખ્ય) પરીક્ષાનું ટાઇમટેબલ પણ એડવાન્સમાં જાહેર ઉમેદવારો પોતાની લાંબાગાળાની વ્યુહરચના બનાવી શકે તે માટે મંડળે અત્યારથી જ મુખ્ય પરીક્ષા (Mains Exam) નો સમયગાળો પણ સ્પષ્ટ કરી દીધો છે. કેલેન્ડર મુજબ, ડિસેમ્બરની પ્રિલિમ્સ બાદ ગ્રુપ-A નું મુખ્ય પરીક્ષણ માર્ચ-2027માં અને ગ્રુપ-B નું મુખ્ય પરીક્ષણ મે-2027માં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પસંદગી મંડળે પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, આ કેલેન્ડર હાલની સ્થિતિએ માત્ર એક સંભવિત આયોજન દર્શાવે છે. ભવિષ્યમાં કોઈ અનિવાર્ય વહીવટી કારણોસર અથવા અન્ય કોઈ અણધાર્યા સંજોગોમાં પરીક્ષાની તારીખો કે મહિનામાં ફેરફાર કરવાનો હક મંડળ હસ્તક અબાધિત રહેશે. આથી ઉમેદવારોને પરીક્ષાના પાકા ટાઈમટેબલ અને લેટેસ્ટ અપડેટ માટે મંડળની સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે ગુજરાતના 150થી વધુ તાલુકામાં વરસાદ:જૂનાગઢના માંગરોળ-કેશોદમાં સૌથી વધુ 10-10 ઈંચ વરસાદથી જળબંબાકાર, વાડીમાં ફસાયેલ દંપતીનું રેસ્ક્યુ કરાયું; અમદાવાદમાં માત્ર ધીમીધારે વરસાદ
    Next Article
    સુરતમાં ભારે વરસાદને લઈ તંત્રની પોલ ખુલી:બે દિવસમાં 24 જગ્યાએ રસ્તા બેઠા, મ્યુ. કમિશનર એક્શન મોડમાં; 9 એજન્સીઓને નોટિસ ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment