Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા માટે ‘ધોળો હાથી’ બન્યુ સુરતનું ઇન્ડોર સ્ટેડિયમ:ક્યારેક ₹70 લાખ ઉપજતા હતા આજે બેઝ પ્રાઇઝ માત્ર ₹20 લાખ, નવરાત્રિ માટે ભાડે આપવાની ટેન્ડર પ્રક્રિયા શરૂ

    2 days ago

    ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ રહેલા આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિને લઈને ડાયમંડ સિટી સુરતમાં અત્યારથી જ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ચોમાસાની મોસમ વચ્ચે પણ ખેલૈયાઓ દાંડિયા ક્લાસીસમાં અવનવા સ્ટેપ્સ શીખવા વ્યસ્ત બન્યા છે. આ બધાની વચ્ચે સુરત મહાનગરપાલિકા (મનપા) દ્વારા દર વર્ષની પરંપરા મુજબ અઠવાલાઇન્સ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમને નવરાત્રિ મહોત્સવ માટે ભાડે આપવાની સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મનપાએ આ આધુનિક સ્ટેડિયમને નવરાત્રિના 10 દિવસ માટે ભાડે આપવા લઘુત્તમ કિંમત (અપસેટ પ્રાઇઝ) ₹20 લાખ નિર્ધારિત કરી છે, જેના ફોર્મ ભરવાની આખરી તારીખ 16 જુલાઈ નક્કી કરાઈ છે. ₹70 લાખની બોલી આજે ₹20 લાખ પર આવી સુરતના નવરાત્રિ ઇતિહાસમાં એક સમય એવો હતો જ્યારે ઇન્ડોર સ્ટેડિયમમાં ગરબાનું આયોજન કરવા માટે ઈવેન્ટ મેનેજર્સ અને મોટા ગજાના આયોજકો વચ્ચે ભારે ખેંચતાણ થતી હતી. આજથી એક દાયકા પહેલાં આ જ સ્ટેડિયમને નવરાત્રિના 9થી 10 દિવસ માટે મેળવવા આયોજકો ₹70 લાખ સુધીની જંગી બોલી લગાવતા હતા. સુરતના ઉચ્ચ મધ્યમવર્ગ અને ખેલૈયાઓ માટે ઇન્ડોર સ્ટેડિયમના વુડન ફ્લોર પર ગરબે ઘુમવું એ એક મોટો ક્રેઝ અને 'સ્ટેટસ સિમ્બોલ' ગણાતું હતું. પરંતુ સમય બદલાતા આજે ચિત્ર સંપૂર્ણપણે પલટાઈ ગયું છે. હવે શહેરના વીઆઈપી રોડ, અડાજણ, પાલ અને મગદલ્લા જેવા પોશ વિસ્તારોમાં ખાનગી આયોજકો દ્વારા હજારો સ્ક્વેર ફીટના વિશાળ અને અત્યાધુનિક જર્મન એ.સી. ડોમ (AC Dome) ઊભા કરીને પ્રોફેશનલ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ હાઈ-ટેક ખાનગી ગરબા સામે ઇન્ડોર સ્ટેડિયમનો પરંપરાગત ક્રેઝ ધીમે-ધીમે ઓસરી રહ્યો છે, જેને કારણે મનપાએ આજે બેઝ પ્રાઇઝ ઘટાડીને માત્ર ₹20 લાખ રાખવાની નોબત આવી છે. મનપા માટે ઇન્ડોર સ્ટેડિયમ બન્યું ‘ધોળો હાથી’? આયોજકો કેમ ઇન્ડોર સ્ટેડિયમથી બનાવી રહ્યા છે અંતર? ઈવેન્ટ આયોજકોના આર્થિક ગણિત મુજબ, ઇન્ડોર સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા અને ગરબા રમવાની ક્ષમતા મર્યાદિત (બાઉન્ડ્રી) હોય છે. તેની સામે ઓપન ગ્રાઉન્ડ કે વિશાળ એ.સી. ડોમમાં એકસાથે હજારોની મેદની સમાવી શકાય છે. વધુ ભીડ હોવાને કારણે મોટા સ્પોન્સર્સ અને બ્રાન્ડ્સ પણ ખાનગી આયોજકોને લાખો રૂપિયાના ફંડિંગ સરળતાથી આપી દે છે, જે ઇન્ડોર સ્ટેડિયમમાં શક્ય બનતું નથી. હવે જોવાનું એ રહે છે કે આ વખતે સુરત મનપાના આ ₹20 લાખના ટેન્ડરને કયા આયોજકનો સાથ મળે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભારે વરસાદને લઈ તંત્રની પોલ ખુલી:બે દિવસમાં 24 જગ્યાએ રસ્તા બેઠા, મ્યુ. કમિશનર એક્શન મોડમાં; 9 એજન્સીઓને નોટિસ ફટકારી
    Next Article
    After WhatsApp, IT Ministry sends notice to Telegram, Signal over username feature

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment