Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર:રેલવે અંડરપાસમાં કમરસમા પાણી, વાહન વ્યવહાર ઠપ્પ; 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, પારનેરામાં રસ્તા પરથી ઝાડ હટાવાયું

    1 day ago

    વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મંગળવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પારડી તાલુકામાં 8 ઇંચથી વધુ ખાબક્યો હતો. જેના કારણે ચારેય તરફ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે વાપી અને વલસાડ શહેરમાં આવેલા રેલવે અંડરપાસમાં કમરસમા પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. પારનેરામાં નમેલું લીમડાનું ઝાડ હટાવાયું વલસાડના પારનેરા ગામમાં અંબામાતા મંદિર નજીક મુખ્ય માર્ગને અડીને આવેલું એક લીમડાનું ઝાડ નમી પડ્યું હતું. આ ઝાડને કારણે સંભવિત અકસ્માતનો ભય ઊભો થયો હતો. સ્થાનિકો દ્વારા જાણ કરાયા બાદ પારનેરા ગ્રામ પંચાયતે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઝાડને કાપીને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ ઝાડ મુખ્ય માર્ગ તરફ જોખમી રીતે નમી ગયું હતું, જેના કારણે વાહનચાલકો માટે જોખમ સર્જાયું હતું. ઝાડ હટાવવાની કામગીરી દરમિયાન સલામતીના ભાગરૂપે થોડા સમય માટે માર્ગ પર વાહનોની અવરજવર બંધ રાખવામાં આવી હતી. ગ્રામ પંચાયતના કુશળ કારીગરો અને સ્થાનિક લોકોની મદદથી સલામતીના તમામ પગલાં સાથે ઝાડને સુરક્ષિત રીતે કાપીને હટાવવામાં આવ્યું હતું. આ કામગીરી સમયસર પૂર્ણ થતાં માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ગ્રામ પંચાયતની આ સમયસરની અને ઝડપી કામગીરીને કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો. સ્થાનિકોએ પણ પંચાયતની આ ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વરસાદી ઋતુ દરમિયાન આવા જોખમી વૃક્ષોની ઓળખ કરીને તેમને સમયસર દૂર કરવા અત્યંત જરૂરી છે. અંડરપાસમાં પાણી ભરાયા, વાહનવ્યવહાર ખોરવાયો સવારના સમયે જ ભારે વરસાદ પડતાં શાળા-કોલેજે જતાં વિદ્યાર્થીઓ, ઓફિસે જતાં નોકરિયાતો અને ઔદ્યોગિક વિસ્તારમાં કામ અર્થે જતાં કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા નીચે મુજબ છે
    Click here to Read More
    Previous Article
    વલસાડ હાઇવે બ્રિજ પર 7 ઇંચ વરસાદથી ખાડા:વાહનચાલકો પરેશાન થતા NHAIએ સમારકામ શરૂ કર્યું
    Next Article
    કલોલની સ્વામિનારાયણ યુનિ.માં પરીક્ષા નિયામક ગુંજન શાહ સામે NSUIનો આક્ષેપ:ધિણોજની બી.એડ કોલેજમાં આચાર્ય સહિત બે જગ્યાએ ફરજમાં હોવાનો સુધીર રાવલનો દાવો, રાજ્યપાલને રજૂઆત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment