Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ હાઇવે બ્રિજ પર 7 ઇંચ વરસાદથી ખાડા:વાહનચાલકો પરેશાન થતા NHAIએ સમારકામ શરૂ કર્યું

    20 hours ago

    વલસાડ તાલુકામાં આશરે 7 ઇંચ વરસાદ બાદ નેશનલ હાઇવે પર અસર જોવા મળી છે. વલસાડ સુગર ફેક્ટરી નજીક મુંબઈ-સુરત નેશનલ હાઇવેના બ્રિજ પર ભારે વરસાદને કારણે અનેક ખાડા પડી ગયા હતા, જેનાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને મુંબઈથી સુરત તરફ જતાં ટ્રેક પર રોડની સપાટી તૂટી ગઈ હતી. આના કારણે વાહનોને ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી હતી અને ભારે ટ્રાફિક વચ્ચે અકસ્માતની ભીતિ પણ સર્જાઈ હતી. અનેક વાહનચાલકોએ રોડની ખરાબ સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. NHAIના કોન્ટ્રાક્ટરો દ્વારા બ્રિજ પર પડેલા ખાડાઓને પૂરવાની અને હાઇવેને ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, વરસાદ વચ્ચે પણ સમારકામની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનવ્યવહારને ઝડપથી સામાન્ય બનાવવાનો અને મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે. હાલ બ્રિજ પરથી વાહનો સાવચેતીપૂર્વક પસાર થઈ રહ્યા છે અને જરૂરી હોય ત્યાં ટ્રાફિકનું નિયમન પણ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે:પેડક રોડ પર છેલ્લા 2 વર્ષથી સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી શાળા સામે DEO ની કડક કાર્યવાહી, રૂ.1 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવશે
    Next Article
    વલસાડમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર:રેલવે અંડરપાસમાં કમરસમા પાણી, વાહન વ્યવહાર ઠપ્પ; 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, પારનેરામાં રસ્તા પરથી ઝાડ હટાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment