Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:છેલ્લામાં 24 કલાકમાં માંડવીમાં 7 ઇંચ, હજુ પણ રાજ્યમાં 15% વરસાદની ઘટ

    1 day ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છના માંડવીમાં 7 ઇંચ ખાબક્યો છે. અહીં સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધી પડેલા અનરાધાર વરસાદને પગલે શેરીઓમાંથી જોરદાર પાણી વહેતાં થયા હતાં. બીજી તરફ નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. કચ્છના અન્ય તાલુકામાં અબડાસામાં 2.13 ઇંચ, મુન્દ્રામાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે. બાકીના તાલુકાઓમાં 1 મિમીથી લઈને 1 ઇંચ સુધીનો વરસ્યો છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, આણંદ અને મહેસાણાના છુટાછવાયા વિસ્તારોમાં 5 મિમી સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.74 ટકા વરસાદ વરસી ગયો છે, જ્યારે હજુ પણ 15 ટકા જેવી ઘટ છે. સૌથી વધુ 42 તાલુકામાં વરસાદની ખેંચ જોવા મળી છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હાલની સ્થિતિએ દુષ્કાળ જેવો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો હજુ માત્ર 10.54 ટકા જ વરસાદ થયો છે. એ સિવાય પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા જ વરસાદ થયો છે. મહત્તમ તાપમાનમાં ઘટાડો, ભાવનગર સૌથી ગરમ વરસાદી માહોલના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.2°C અને ન્યૂનતમ તાપમાન 24.9°C રહ્યું હતું, જે સામાન્ય કરતાં 2.4°C નીચું છે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 31.8°C, ભુજમાં 31.4°C, રાજકોટમાં 30.7°C અને સુરતમાં 29.0°C નોંધાયું હતું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવાં કે પોરબંદરમાં 23.6°C, દીવમાં 23.4°C અને કેશોદમાં 23.6°C જેટલું નીચું તાપમાન નોંધાતાં વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ, કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને કચ્છ સરહદ પર સર્જાયેલું લો-પ્રેશર હવે દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન તરફ ફંટાયું છે. આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને 30-40 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    મલ્હાર ગ્રીન સોસાયટીમાં 'દીકરી વહાલનો દરિયો' નાટક યોજાયું:પાટણના કાલિકા માતાજી મંદિર રોડ પર ગણેશ મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ
    Next Article
    છ જિલ્લામાંથી હદપાર કરાયેલો આરોપી મોરબીમાં પકડાયો:હદપારીના હુકમનો ભંગ કરતા મોરબી પોલીસે કરી કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment