Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલ્હાર ગ્રીન સોસાયટીમાં 'દીકરી વહાલનો દરિયો' નાટક યોજાયું:પાટણના કાલિકા માતાજી મંદિર રોડ પર ગણેશ મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ

    1 day ago

    પાટણ શહેરના કાલિકા માતાજી મંદિર રોડ પર આવેલી મલ્હાર ગ્રીન સોસાયટીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીના ભાગરૂપે સોસાયટીના લોકોએ 'દીકરી વહાલનો દરિયો' નામનું નાટક ભજવ્યું હતું. આ ખાસ નાટક જોવા માટે સોસાયટીના ઘણા લોકો હાજર રહ્યા હતા. આ વર્ષે પાટણ શહેરમાં ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. શહેરની અલગ-અલગ સોસાયટીઓ અને પંડાલોમાં રોજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. મલ્હાર ગ્રીન સોસાયટીમાં પણ ગણેશ સ્થાપના પછી રોજ અલગ-અલગ સ્પર્ધાઓ અને કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે, સોસાયટીના લોકોએ એક સામાજિક સંદેશ આપતું નાટક 'દીકરી વહાલનો દરિયો' તૈયાર કરીને રજૂ કર્યું. નાટકમાં સોસાયટીના સ્થાનિક કલાકારોએ ભાગ લીધો હતો. તેમણે દીકરીનું મહત્વ અને પરિવારમાં તેનું સ્થાન મનોરંજક અને ભાવનાત્મક રીતે રજૂ કર્યું. નાટક દરમિયાન હાજર રહેલા બધા સભ્યોએ કલાકારોના અભિનયને ખૂબ વખાણ્યો. ગણેશ ઉત્સવમાં ધાર્મિક પૂજા સાથે આવા સામાજિક જાગૃતિના કાર્યક્રમો થતા સોસાયટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    ભારતમાં ઓનલાઈન સટ્ટાનું 10 લાખ કરોડનું બજાર:પ્રતિબંધ છતાં રોજ દોઢ કરોડ લોકો દાવ લગાવી રહ્યા છે; 854 ઇન્ફ્લુઅન્સર્સ પ્રચાર કરી રહ્યા છે
    Next Article
    કચ્છના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:છેલ્લામાં 24 કલાકમાં માંડવીમાં 7 ઇંચ, હજુ પણ રાજ્યમાં 15% વરસાદની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment