Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ:કાવેરી નદીમાં નવા નીર આવતા મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ; છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5.5 ઈંચ વરસાદ

    1 day ago

    નવસારી જિલ્લામાં જુલાઈના અંતમાં ફરી વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 5.5 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં મેઘરાજાની તોફાની ઇનિંગ્સ યથાવત્ રહી છે. જિલ્લાના ચીખલી તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નદીની સપાટીમાં સતત અને ઝડપી વધારો નોંધાયો છે. તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ કાવેરી નદીમાં નવા નીરની આવક થતાં જ ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું અને શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એવું પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મંદિર પરિસરમાં નદીના પાણી ફરી વળતાં વિહંગમ અને સાથે જ ભયાનક દ્રશ્યો સર્જાયા છે. લો-લાઈન બ્રિજ અને કોઝવે ડૂબ્યા ઉપરવાસના પાણીની પ્રચંડ આવકના કારણે કોઝવે પરથી પાણી વહેવાના શરૂ થઈ ગયા છે, જેના કારણે નીચાણવાળો લો-લાઈન બ્રિજ પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અને અવરજવર માટે તેને સાવચેતીના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી છે. સ્થાનિક તંત્રની લોકોને અપીલ કાવેરી નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી સ્થાનિક ગ્રામજનો અને કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. પૂરની શક્યતાને જોતાં તંત્ર દ્વારા સ્થાનિક રહીશો અને સહેલાણીઓને નદી કિનારે ન જવા, તેમજ સેલ્ફી લેવી કે કોઈ જોખમ ન ખેડવા ખાસ અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ પર તાલુકા તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ગત રાત્રિના 2:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધીના ચાર કલાકના ગાળામાં નવસારી શહેરમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વહેલી સવારે પાણી ભરાયા હતા. જોકે, વરસાદનું જોર ઘટતા ત્રણ કલાકમાં પાણી ઓસરી ગયા હતા, જેનાથી સ્થાનિકો અને વાહનચાલકોને રાહત મળી હતી. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. જલાલપોર તાલુકામાં 2.75 ઈંચ અને ચીખલી તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ જુલાઈના અંતમાં થયેલા આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ:નવસારીમાં કાવેરી નદી ઉભરાતાં મહાદેવ મંદિર ડૂબ્યું; આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:માધવપુરમાં 2.50 કરોડના ઓવરબ્રિજમાં ‎રાત્રિના અંધારા, સીસીટીવી કેમેરા પણ બંધ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment