Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ:નવસારીમાં કાવેરી નદી ઉભરાતાં મહાદેવ મંદિર ડૂબ્યું; આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

    एक दिन पहले

    ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરના છુટાછાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના પરડીમાં સૌથી વધુ 8.19 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીમાં સતત મુશળધાર વરસાદને કારણે કાવેરી નદી બે કાંઠે વહેતાં ચીખલીનું તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે. શહેરી વિસ્તારોમાં માર્ગો તેમજ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે વાપીના અંડરપાસમાં ટેમ્પો અટવાતાં ભારે હાલાકી સર્જાઈ હતી. આજે 56 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા રોડ પર પાણી ભરાયા છે. સુરત અને બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની મબલખ આવક થઈ છે. હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડ માટે ‘અતિભારે વરસાદ’ની આગાહી કરી છે, જ્યારે 27 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના દર્શાવી છે. નવસારીમાં મેઘતાંડવ: કાવેરી નદી ઉભરાતાં ચીખલીમાં મહાદેવ મંદિર ડૂબ્યું નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે કાવેરી નદી બે કાંઠે વહેતાં ચીખલી રિવરફ્રન્ટ સ્થિત પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું છે અને લો-લાઈન બ્રિજ તેમજ કોઝવે ડૂબી જતાં વાહનવ્યવહાર સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો છે. બીજી તરફ, નવસારી શહેરમાં માત્ર બે કલાકમાં જ એક ઈંચથી વધુ વરસાદ ખાબકતાં સિટી ગાર્ડન અને રોયલ પાર્ક જેવી સોસાયટીઓ તથા મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ જળબંબાકારની સ્થિતિને લીધે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જેને પગલે પાલિકાની કથળેલી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નદીકાંઠાના ગ્રામજનો તથા સહેલાણીઓને જોખમી વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરાઈ છે. વાપીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા, ટેમ્પો અટવાતાં દોરડા વડે બહાર કઢાયો વલસાડ જિલ્લાના વાપીમાં પડેલા મુશળધાર વરસાદના કારણે વાપી રેલવે અંડરપાસમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા જતાં એક પિકઅપ ટેમ્પો અચાનક અંદર જ બંધ પડી જતાં ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પાલિકાના કામદારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી એક કલાકથી વધુની ભારે જહેમત બાદ બંધ પડેલા ટેમ્પાને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સુરતમાં મોડીરાતથી ધોધમાર વરસાદ, ઉકાઈ ડેમમાં પાણીની મબલખ આવક સુરત શહેરમાં મોડીરાતથી જ અવિરતપણે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. એક તરફ વરસાદી માહોલ જામતાં સુરતીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે, તો બીજી તરફ મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વહેલી સવારે કામે નીકળેલા નોકરિયાતો અને કોલેજના વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સિવાય ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત અને સરાહનીય વધારો નોંધાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબના ખેડૂતોનું દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ:મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા; હરિયાણા પોલીસે રૂટ ડાયવર્ટ કર્યો
    Next Article
    નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ:કાવેરી નદીમાં નવા નીર આવતા મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ; છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5.5 ઈંચ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment