Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં ભારે વરસાદ, તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર:24 કલાકમાં 5.45 ઈંચ વરસાદ, 13 માર્ગો બંધ, સર્પદંશના 3 કેસ

    8 hours ago

    ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 5.45 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે નદી-નાળા છલકાઈ ગયા છે. કોઝવે પર પાણી ફરી વળતાં 13 ગ્રામ્ય માર્ગો વાહનવ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વરસાદી માહોલ વચ્ચે સર્પદંશના ત્રણ બનાવ પણ સામે આવ્યા છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, આહવા તાલુકામાં 5.03 ઈંચ, વઘઈ તાલુકામાં 7.20 ઈંચ અને સુબીર તાલુકામાં 4.13 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ, હળવી ગાજવીજ અને પવન ફૂંકાવાની આગાહી કરી છે. આગાહીને પગલે, જિલ્લા વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને નદી-નાળા, કોઝવે તેમજ નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવાની અપીલ કરી છે. તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદને કારણે સર્પો રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતા સર્પદંશની ત્રણ ઘટનાઓ નોંધાઈ છે. ચીખલી (લવચાલી), ગારખડી અને સાવરપાડાના ત્રણ અસરગ્રસ્તોને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ખેતર, જંગલ અને ઝાડીવાળા વિસ્તારોમાં જતી વખતે બૂટ પહેરવા, રાત્રે ટોર્ચનો ઉપયોગ કરવા તેમજ સર્પદંશ થાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલ અથવા 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. સતત વરસાદને કારણે અનેક કોઝવે પર પાણી ફરી વળતાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે જિલ્લાના વિવિધ તાલુકાઓના 13 ગ્રામ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કર્યા છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. વિભાગે બંધ કરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અને માત્ર અધિકૃત વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા સૂચના આપી છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર ભારતીય હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા, સાવચેત રહેવા અને કોઈપણ કટોકટીમાં સ્થાનિક તંત્રના માર્ગદર્શનનું પાલન કરવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અદાણી પાવરનો પ્રથમ ક્વાર્ટરમાં નફો 42% વધ્યો:₹4,806 કરોડ રહ્યો, રેવન્યુ પણ 34% વધી; પરિણામો પછી શેર 1% ઘટ્યો
    Next Article
    કારેલીબાગની રાત્રિબજારમાં ખુરશીઓ ઉછળી, VIDEO:બે જૂથ વચ્ચે મારામારી થતા લોકોમાં નાસભાગ મચી, રાત્રિબજારની સુરક્ષા સામે સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment