Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી પાવરનો પ્રથમ ક્વાર્ટરમાં નફો 42% વધ્યો:₹4,806 કરોડ રહ્યો, રેવન્યુ પણ 34% વધી; પરિણામો પછી શેર 1% ઘટ્યો

    7 hours ago

    અદાણી પાવરે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 42% વધીને ₹4,806 કરોડ પર પહોંચી ગયો છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને ₹3,385 કરોડનો નફો થયો હતો. જોકે, નફામાં આ મોટા વધારા છતાં, બુધવારે કંપનીનો શેર લગભગ 1.39% ઘટીને ₹217.31 પર આવી ગયો છે. કંપનીની આવક 34% વધીને ₹18,901 કરોડ કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 33% વધીને ₹19,322 કરોડ થઈ ગઈ. આ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 14,573 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે કંપનીની ઓપરેશનલ આવક 34% વધીને 18,901 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 14,109 કરોડ રૂપિયા રહી હતી. કોન્સોલિડેટેડ નફો એટલે આખા ગ્રુપનું પ્રદર્શન અદાણી પાવરનો શેર એક વર્ષમાં 84% વધ્યો અદાણી પાવરનો શેર છેલ્લા એક મહિનામાં 7% ઘટ્યો છે. છેલ્લા છ મહિનામાં 54% વધ્યો અને છેલ્લા એક વર્ષમાં 84% વધ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 83.79 હજાર કરોડ રૂપિયા છે. 1996માં અદાણી પાવરની શરૂઆત થઈ હતી અદાણી પાવર લિમિટેડ (APL)ની શરૂઆત 22 ઓગસ્ટ 1996 ના રોજ થઈ હતી. તે દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર થર્મલ પાવર પ્રોડ્યુસર છે. કંપની પાસે 15,250 મેગાવોટ પાવર જનરેશનની ક્ષમતા છે. તેના થર્મલ પ્લાન્ટ્સ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં છે. જ્યારે ગુજરાતમાં 40 મેગાવોટ ક્ષમતાનો સોલર પ્લાન્ટ છે. ક્યોટો પ્રોટોકોલના ક્લીન ડેવલપમેન્ટ મિશન (CDM) હેઠળ રજિસ્ટર્ડ કોલસા આધારિત સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ્સ બનાવતી કંપની છે. આ સમાચાર પણ વાંચો… ચાંદી ₹3034 મોંઘી થઈને ₹2.26 લાખ પર પહોંચી: 3 દિવસમાં કિંમત ₹10764 વધી, સોનું આજે ₹2,303 વધીને ₹1.43 લાખ પર પહોંચ્યું સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 21 જુલાઈએ વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર એક કિલો ચાંદી 3,034 રૂપિયા વધીને 2.26 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું 2,303 રૂપિયા વધીને 1.43 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. 3 દિવસમાં સોનું 4,281 રૂપિયા અને ચાંદી 10,764 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    Chandrashekhar Azad Protest in Parliament: मूसलाधार बारिश में भी डेट हुए चंद्रशेखर का भावुक संदेश!
    Next Article
    ડાંગમાં ભારે વરસાદ, તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર:24 કલાકમાં 5.45 ઈંચ વરસાદ, 13 માર્ગો બંધ, સર્પદંશના 3 કેસ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment