Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા વિરુદ્ધ 24 ધારાસભ્યો એકજૂથ થયા:4 દિવસ પહેલાં બનેલા ચાર મંત્રી, CMના સલાહકારને હટાવવાની માગ; ફારૂકને મળશે

    8 hours ago

    જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ (NC)માં મંત્રીમંડળના વિસ્તરણ બાદ અસંતોષના સંકેતો મળ્યા છે. પાર્ટીના 24 ધારાસભ્યો મુખ્યમંત્રી વિરુદ્ધ એકજૂથ થઈ ગયા છે. 18 ધારાસભ્યોએ શુક્રવારે શ્રીનગરમાં લોલાબના ધારાસભ્ય કૈસર જમશેદ લોનના ઘરે બેઠક યોજી હતી, જ્યારે 6 ધારાસભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. ધારાસભ્યોએ મુખ્યમંત્રીના સલાહકાર નાસિર સોગામી અને 27 ઓક્ટોબરના મંત્રીમંડળના વિસ્તરણમાં બનાવાયેલા 4 નવા મંત્રીઓને હટાવવાની માગ કરી છે. આ સાથે તેઓ મંત્રીમંડળમાં મોટા ફેરફારોની પણ માગ કરી રહ્યા છે. સોગામી પર પાર્ટીના નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો અને સંગઠનના કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ છે. ધારાસભ્યોનું 4 સભ્યોનું પ્રતિનિધિમંડળ બનાવવાનો નિર્ણય બેઠકમાં ધારાસભ્યોએ 4 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ બનાવવાનો નિર્ણય કર્યો. તેનું નેતૃત્વ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુરેઝના ધારાસભ્ય નઝીર અહમદ ગુરેઝી તેમજ થાનામંડીના ધારાસભ્ય મુઝફ્ફર ઇકબાલ ખાન કરશે. પ્રતિનિધિમંડળ પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળીને પોતાની માંગણીઓનું આવેદનપત્ર સોંપશે. ધારાસભ્યોએ નેતૃત્વના જવાબની રાહ જોવાનો અને ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. ધારાસભ્યોએ કહ્યું- પાર્ટી નહીં છોડીએ બેઠકમાં સામેલ ધારાસભ્યોએ નેશનલ કોન્ફરન્સ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. તેમણે પાર્ટી નહીં છોડવાની શપથ પણ લીધી. જોકે, કેટલાક લોકો પર પાર્ટીની આંતરિક કામગીરીને નબળી પાડવાનો આરોપ મૂકાયો. બીજી તરફ, ગુરેઝના ધારાસભ્ય નઝીર અહમદ ગુરેઝીએ બેઠકને સામાન્ય મુલાકાત ગણાવી. તેમણે કહ્યું કે કૈસર જમશેદ લોને બપોરના ભોજન માટે આમંત્રણ આપ્યું હતું અને તેને રાજકીય બેઠક માનવી જોઈએ નહીં. કેબિનેટ વિસ્તરણમાં અનેક દાવેદારોને સ્થાન મળ્યું નહીં 27 ઑક્ટોબરના કેબિનેટ વિસ્તરણમાં નેશનલ કોન્ફરન્સના 4 ધારાસભ્યો અલી મોહમ્મદ સાગર, મીર સૈફુલ્લાહ, શમીમા ફરદૌસ અને અલ્તાફ અહમદ કલ્લુને મંત્રી બનાવવામાં આવ્યા. બીજી તરફ, અપક્ષ ધારાસભ્ય સતીશ શર્માને મંત્રિમંડળમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ વિસ્તરણમાં એવા ઘણા વરિષ્ઠ ધારાસભ્યો મંત્રી બની શક્યા નહોતા, જેમના નામની ચર્ચા ચાલી રહી હતી. તેમાં નઝીર અહમદ ગુરેજી અને મુબારક ગુલનો પણ સમાવેશ થાય છે. બાદમાં મુબારક ગુલને ફારૂક અબ્દુલ્લાએ અલી મોહમ્મદ સાગરના સ્થાને પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા. શ્રીનગરમાં કાર્યકર્તાઓના પ્રદર્શનના 2 ફોટા
    Click here to Read More
    Previous Article
    રવિવારે ભાનુ સપ્તમી અને અહોઈ અષ્ટમીનો શુભ સંયોગ:રવિ પુષ્ય નક્ષત્રમાં કરો સૂર્યદેવની વિશેષ પૂજા, જાણો આ દિવસે કયા શુભ કાર્યો કરવા
    Next Article
    પંજાબમાં AAPના 40 ઉમેદવારો જાહેર, તમામ વર્તમાન ધારાસભ્યો:CM માન ફરી ધૂરીથી જ લડશે; જેલમાં બંધ મંત્રીને પણ ટિકિટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment