Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારે ભાનુ સપ્તમી અને અહોઈ અષ્ટમીનો શુભ સંયોગ:રવિ પુષ્ય નક્ષત્રમાં કરો સૂર્યદેવની વિશેષ પૂજા, જાણો આ દિવસે કયા શુભ કાર્યો કરવા

    7 hours ago

    રવિવાર, 1 નવેમ્બર 2026ના રોજ આસો માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિ છે. સપ્તમી તિથિ બપોરે લગભગ 2:55 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ અષ્ટમી તિથિ શરૂ થશે. આ દિવસે ભાનુ સપ્તમી અને અહોઈ અષ્ટમી વ્રત બંને કરવામાં આવશે. આ દિવસે પુષ્ય નક્ષત્ર પણ છે. આસો માસ, રવિ પુષ્ય નક્ષત્ર, ભાનુ સપ્તમી, અહોઈ અષ્ટમી અને રવિવારના સંયોગમાં સૂર્યદેવ અને અહોઈ માતાની વિશેષ પૂજા કરવી જોઈએ. અહોઈ અષ્ટમી વ્રત સંતાનની સુખ-સમૃદ્ધિની કામના માટે કરવામાં આવે છે. પૂજા-પાઠની સાથે આ દિવસે નદીમાં સ્નાન અને દાન-પુણ્ય પણ કરવું જોઈએ. 1 નવેમ્બરની સાંજે એટલે કે પ્રદોષકાળમાં આસો કૃષ્ણ અષ્ટમી રહેશે, તેથી પંચાંગોમાં આ જ દિવસે અહોઈ અષ્ટમી વ્રત કરવાની સલાહ આપવામાં આવી છે. રવિ પુષ્ય યોગમાં શું કરવું શુભ રહેશે? ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, પુષ્ય નક્ષત્રને 'નક્ષત્રોનો રાજા' કહેવામાં આવે છે. તેને ધન, સમૃદ્ધિ, સ્થિરતા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવે છે, ત્યારે રવિ પુષ્ય યોગ બને છે. આ યોગમાં કરવામાં આવતાં શુભ કાર્યો વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે સોનું-ચાંદી અને આભૂષણો ખરીદવા, નવો વ્યવસાય શરૂ કરવા, વાહન અને સંપત્તિ ખરીદવા, લક્ષ્મી પૂજા, સૂર્ય પૂજા જેવા શુભ કાર્યો કરી શકાય છે. અહોઈ અષ્ટમી પર સંતાનના લાંબા આયુષ્ય માટે વ્રત રાખવામાં આવે છે આસો કૃષ્ણ પક્ષની અષ્ટમીએ અહોઈ અષ્ટમીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે માતાઓ પોતાના સંતાનના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય, સુખ અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વ્રત રાખે છે. ઉત્તર ભારતમાં આ પર્વનું વિશેષ મહત્વ છે. આ દિવસે મહિલાઓ સવારે સ્નાન કરીને વ્રત કરવાનો સંકલ્પ લે છે. આખો દિવસ ઉપવાસ રાખ્યા બાદ સાંજે અહોઈ માતાની પૂજા કરવામાં આવે છે. પૂજા સ્થળે અહોઈ માતા અને તેમના બાળકોનું ચિત્ર અથવા પરંપરાગત આલેખન બનાવવામાં આવે છે. ત્યારબાદ કંકુ, ચોખા, ફૂલ, દીવો અને અન્ય પૂજા સામગ્રીથી પૂજા કરવામાં આવે છે. અહોઈ અષ્ટમીની વ્રતકથા સાંભળવામાં અને સંભળાવવામાં આવે છે. સાંજે તારાઓ દેખાયા બાદ તેમને અર્ઘ્ય અર્પણ કરીને સંતાનના કલ્યાણની કામના કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ ચંદ્રનાં દર્શન કર્યા બાદ વ્રત ખોલવાની પરંપરા છે. ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરો 1 નવેમ્બરે સૂર્યોદય સમયે સપ્તમી તિથિ અને રવિવાર હોવાથી ભાનુ સપ્તમીનો યોગ બની રહ્યો છે. રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, સૂર્યની ઉપાસના કરવાથી આરોગ્ય, આત્મવિશ્વાસ, માન-સન્માન અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. આ દિવસે સવારે વહેલા ઊઠવું જોઈએ. સ્નાન કર્યા બાદ તાંબાના લોટામાં જળ લઈને તેમાં લાલ ફૂલ, ચોખા અને કુમકુમ નાખીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. સૂર્યદેવના મંત્ર ‘ૐ સૂર્યાય નમઃ’નો જાપ પણ કરી શકાય છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકાય છે. પુષ્ય નક્ષત્રમાં દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્વ રવિ પુષ્ય યોગના અવસરે જરૂરિયાતમંદોની સહાયતા કરવી, ભૂખ્યાઓને ભોજન કરાવવું, ગૌસેવા કરવી અને ગરીબ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે પીળાં ફળો, અનાજ, ગોળ, તાંબાનાં વાસણો અને વસ્ત્રોનું દાન પોતાની ક્ષમતા અનુસાર કરી શકાય છે. , રવિ પુષ્ય નક્ષત્ર વિશે આ પણ વાંચો… દિવાળી પહેલાં ખરીદીનો મહાયોગઃ 'રવિ પુષ્ય નક્ષત્ર':રાશિ પ્રમાણે શું ખરીદવું લાભદાયી રહેશે; સોનું-ચાંદી, ઘર, વાહનની ખરીદી તથા લાભ પાંચમ સુધીનાં શુભ મુહૂર્ત નોંધી લો 8 નવેમ્બરના રોજ દિવાળી છે અને તે પહેલાં રવિવાર, 1 નવેમ્બર 2026ના રોજ ખરીદી અને નવા કામની શરૂઆત કરવાનો શુભ યોગ 'રવિ પુષ્ય નક્ષત્ર' છે. રવિ પુષ્ય નક્ષત્ર ત્યારે થાય છે, જ્યારે રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ બને છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Bank Holidays November 2026: कितने दिन रहेगी बैंकों की छुट्टी? लंबी लिस्ट जारी | Diwali | Bhai Dooj
    Next Article
    જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા વિરુદ્ધ 24 ધારાસભ્યો એકજૂથ થયા:4 દિવસ પહેલાં બનેલા ચાર મંત્રી, CMના સલાહકારને હટાવવાની માગ; ફારૂકને મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment