Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબમાં AAPના 40 ઉમેદવારો જાહેર, તમામ વર્તમાન ધારાસભ્યો:CM માન ફરી ધૂરીથી જ લડશે; જેલમાં બંધ મંત્રીને પણ ટિકિટ

    9 hours ago

    પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ 40 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. તેમાં તમામ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માન પણ ધૂરી બેઠક પરથી જ ચૂંટણી લડશે. આ ઉપરાંત જેલમાં બંધ મંત્રી સંજીવ અરોરાને લુધિયાણા વેસ્ટ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે યાદીમાં નાણામંત્રી હરપાલ ચીમાનું નામ નથી. તેમના પર સંગરુરના તૂરબંજારા ગામના ગુલઝાર આત્મહત્યા કેસમાં સવાલો ઉઠ્યા હતા. પંજાબની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2027માં પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે, જેમાંથી હાલ 94 બેઠકો પર આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યો છે. ઉમેદવારોની યાદી સાથે જોડાયેલી મહત્વની બાબતો ઉમેદવારોની યાદી… સીએમ ભગવંત માન ધૂરીથી જ ચૂંટણી લડશે મુખ્યમંત્રી ભગવંત માન આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ફરી ધૂરી બેઠક પરથી જ ચૂંટણી લડશે. ભગવંત માન બેઠક બદલશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ભગવંત માને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ધૂરી બેઠક પરથી કોંગ્રેસના દલબીર સિંહ ગોલ્ડીને 58,206 મતના અંતરથી હરાવ્યા હતા. 2022માં 92 બેઠકો જીતીને સરકાર બનાવી હતી 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ પંજાબની 117માંથી 92 બેઠકો જીતીને લૅન્ડસ્લાઇડ વિક્ટ્રી મેળવી હતી. ત્યારબાદ ભગવંત માન મુખ્યમંત્રી બન્યા હતા. હવે 2027ની ચૂંટણીમાં પાર્ટી સામે પોતાની સરકારના કામકાજના આધારે ફરીથી જનતાનો વિશ્વાસ જીતવાનો પડકાર રહેશે. પાર્ટી તરફથી મફત વીજળી, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, રોજગાર અને વિકાસ કાર્યોને ચૂંટણીમાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓ કાયદો-વ્યવસ્થા, નશાની સમસ્યા, બેરોજગારી અને રાજ્યની આર્થિક સ્થિતિને લઈને સરકારને ઘેરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા વિરુદ્ધ 24 ધારાસભ્યો એકજૂથ થયા:4 દિવસ પહેલાં બનેલા ચાર મંત્રી, CMના સલાહકારને હટાવવાની માગ; ફારૂકને મળશે
    Next Article
    દમણથી સુરત દારૂ લઈ જતી રિક્ષા પકડાઈ:વલસાડમાં 3 મહિલા સહિત 4 લોકો ઝડપાયા; 3.03 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment