Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 4 અને અંક 5ના જાતકોને આજે ધનલાભ થઈ શકે છે, અંક 6ના લોકોને વાહનસુખ મળી શકે છે

    20 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… શરૂઆત સારી રહેશે, ભાઈ-બહેન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. ભાગ્યનો સાથ પણ મળશે. બપોરે સમય સંભાળીને રહેવાનો છે. યોગ્ય સલાહ લઈને જ કાર્ય કરો અથવા હાલ પૂરતું ટાળો. બીજા લોકો ફાયદો ઉઠાવી શકે છે. કોઈ એવું કાર્ય થઈ શકે છે, જેનાથી નિરાશા મળશે. સાંજે સમય લાભદાયી રહેશે. કાર્યો સફળ થશે અને આવક પણ પ્રાપ્ત થશે. વિવાદોમાં વિજય મળશે. રાત્રે વિવાદ થઈ શકે છે. કરિયર: વેપારમાં તેજી જળવાઈ રહેશે અને નોકરીમાં કુશળતા રહેશે. લવ: જીવનસાથી તરફથી સુખ મળશે અને પ્રેમ સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે. લકી નંબર: 3-5-7 લકી કલર: ગુલાબી શું કરવું: ગણેશજીને મીઠાઈ અર્પણ કરો. સવારનો સમય સારો રહેશે. સંપર્કનો લાભ મળશે. નવા મિત્રો બનશે અને ધન લાભ પણ થશે. સ્થાન બદલવાનો વિચાર મનમાં આવશે. બપોરે પરેશાની આવવાની શક્યતા છે. ચોરી વગેરેનો ભય પણ રહેશે. મહેનત વધારે કરશો, પરંતુ પરિણામ મળવામાં શંકા રહેશે. સાંજનો સમય સારો રહેશે. ધન પ્રાપ્ત થશે. સહયોગ મળશે અને વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળશે. કરિયર: વેપારમાં નવા પ્રયોગો ન કરવા અને નોકરીમાં છેતરપિંડી મળી શકે છે. લવ: પ્રેમમાં નિરાશા મળશે અને વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2-4-7 લકી કલર: કેસરી શું કરવું: સૂર્યદેવને કંકુ મિશ્રિત જળથી અર્ઘ્ય આપો. સવારે આવક સારી જળવાઈ રહેશે. કંઈક નવું કરવાનો વિચાર આવશે. વર્તમાન પરિસ્થિતિથી ખુશી અનુભવશો નહીં. ઉધાર આપેલું ધન પાછું મળી શકે છે. બપોરે નિરાશા વધુ હાવી રહેશે. ખર્ચ પણ વધુ થશે. અનાવશ્યક વિવાદોમાં ફસાવાથી બચો અને કામ પર ધ્યાન આપો. સાંજે મહેનત મુજબ પરિણામ નહીં મળી શકે. રાત્રે સમયમાં સુધારો થશે. સહયોગ મળશે. કરિયર: વેપારમાં સુધારો થશે અને નોકરીમાં સંતોષ નહીં રહે. અધિકારીઓ નારાજ થઈ શકે છે. લવ: પ્રેમ સંબંધોમાં સુધારો થશે અને વૈવાહિક જીવનમાં સંતોષ જળવાઈ રહેશે. લકી નંબર: 1-6-7 લકી કલર: સફેદ શું કરવું: હનુમાન ચાલીસાના પાઠ કરો. ભાગ્યનો સાથ છે. સવારનો સમય સારો ધનલાભ કરાવશે અને સફળતા પણ અપાવશે, છતાં મનમાં અસંતોષ રહેશે. કામ પ્રત્યે અરૂચિ પણ રહેશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે અને પરિવાર સાથે પ્રવાસે જવાની તક મળશે. બપોરનો સમય પણ સારો રહેશે. આવક સારી જળવાઈ રહેશે, કામ સમયસર થશે અને અડચણો દૂર થશે. દિવસના અંતે મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. સહયોગ પણ મળશે. કરિયર: વેપારમાં પ્રગતિ થશે અને નોકરીમાં પગાર વધારો થઈ શકે છે. લવ: પરિવાર તરફથી સ્નેહ અને સહયોગ મળશે. પ્રેમમાં સુખ રહેશે. લકી નંબર: 5-7-9 લકી કલર: પીળો શું કરવું: ગણેશજીને પીળા વસ્ત્ર અર્પણ કરો. કોઈની મદદથી તમે તમારું કામ કઢાવવામાં સફળ રહેશો. ધન લાભ થશે અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળ થશો. મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થીઓને મદદ મળશે. પ્રોજેક્ટમાં સફળતા મળશે. બપોરે સહયોગ મળતો રહેશે અને ધન લાભ પણ થશે. સાંજે શુભ સંદેશ મળશે. પ્રસન્નતા રહેશે અને વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ થશો. કરિયર: વેપારમાં લાભદાયી યોજનાઓ મળશે. નોકરીમાં સરળતા નહીં રહે. લવ: જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. લકી નંબર: 3-5-7 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજી સામે તેલનો દીવો કરો. માંગલિક કાર્યો સંપન્ન થશે. પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે. તમારા કામની પ્રશંસા થશે. વિરોધીઓ પર નિયંત્રણ રાખવામાં સફળ રહેશો. બપોરનો સમય પણ આનંદમય રહેશે. સહયોગ અને ધનની પ્રાપ્તિ થશે. વાહન સુખ મળશે. મિત્રો સાથે મુલાકાત થશે. સાંજે સમયમાં સુધારો થશે, કાર્યો સમયસર થશે અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વિરોધીઓનો પક્ષ જાણવામાં સફળતા મળશે. કરિયર: કારોબારમાં ધન લાભ થશે. નોકરીમાં કાર્યક્ષમતાનો વિકાસ થશે. લવ: દંપતી જીવનમાં દુવિધા રહેશે. પ્રેમમાં દખલગીરીથી પરેશાની થઈ શકે છે. લકી નંબર: 4-6-7 લકી કલર: આસમાની શું કરવું: શિવજીને દૂધ અર્પણ કરો. સવારના સમયે ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. કામમાં મોડું થવાથી મન અશાંત રહેશે. લાભમાં ઘટાડો થઈ શકે છે. સહયોગ પણ મળશે. બપોરે કામમાં મોડું થવાથી પરેશાન થઈ શકો છો, પરંતુ આવકમાં વધારો થશે. વિરોધીઓનો પરાજય થશે અને વિવાદિત બાબતોમાં વિજય મળશે. સાંજે સમય બધી રીતે અનુકૂળ રહેશે. સહયોગ મળશે અને આવક પણ સારી જળવાઈ રહેશે. રાત્રે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. માથાનો દુખાવો પણ થઈ શકે છે. કરિયર: વેપારમાં બપોર પછી ધન પ્રાપ્તિ થશે. કાર્યસ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. લવ: જીવનસાથી સાથે તણાવ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ તણાવપૂર્ણ રહેશે. લકી નંબર: 2-3-7 લકી કલર: વાદળી શું કરવું: ગાયને લીલું ઘાસ ખવડાવો. આધુનિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરશો અને સંતાન તરફથી ખુશીઓ મળશે. અટકેલા રહી ગયેલા કાર્યોમાં ઝડપ આવવાનો સમય છે. આવકને પણ સ્થિર બનાવવામાં સફળ રહેશો. યોજનાઓ સફળ થશે અને લક્ષ્ય પ્રાપ્ત કરશો. બપોરે અનુકૂળ વાતાવરણ નહીં મળી શકે. વિરોધીઓ હાવી થવાનો પ્રયાસ કરશે. કેટલીક ગુપ્ત વાતો પણ જાહેર થઈ શકે છે. સાંજે મુશ્કેલી આવી શકે છે. આવકમાં ઘટાડા સાથે કામમાં પણ અડચણો આવશે. કરિયર: કારોબાર સ્થિર રહેશે. નોકરીમાં વ્યસ્તતા વધુ રહેશે. લવ: પ્રેમમાં સફળતા મળશે. નવા પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. લકી નંબર: 2-7-8 લકી કલર: મરૂન શું કરવું: હનુમાનજીને લાડુનો ભોગ ધરાવો. સવારના સમયે આવક પ્રભાવિત રહેશે તથા અયોગ્ય કાર્યો તરફ પ્રેરાઈ શકો છો. કામમાં રુકાવટ અને મન નિરાશ રહેશે. બપોરથી આર્થિક બાબતોમાં સુધારો આવશે. જમીન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. શુભ પ્રસંગોમાં જવાની તક મળશે તથા પરિવાર સાથ આપશે. આવક પણ સારી જળવાઈ રહેશે. સાંજે અનાવશ્યક ચિંતાઓ રહેશે. વિરોધીઓ સક્રિય રહેશે. નકામા કાર્યોમાં સમય વેડફાશે. કરિયર: નોકરીમાં નવી તકો મળશે અને વેપારમાં પોતાના વર્તનથી ધન કમાવવામાં સફળ રહેશો. લવ: પ્રેમી તરફથી સહયોગ મળશે અને વિવાહ યોગ્ય લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. લકી નંબર: 4-7-9 લકી કલર: લીલો શું કરવું: હનુમાનજીને તેલનો દીવો અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    24 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મિથુન અને સિંહ રાશિ માટે ખુશીનો મહાયોગ, ધન-કુંભ રાશિના અટકેલા નાણાં પાછા મળશે
    Next Article
    ગણપતિ વિસર્જન સમયે ડૂબવાથી 3 લોકોના મોત:ખોડિયાર મંદિર પાસે અજય વે બ્રિજ સામે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા, રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પરની ઘટના

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment