Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકો પર કૂતરાના હુમલાની 24 કલાકમાં બીજી ઘટના:ભેસ્તાનમાં ઘર પાસે રમતા 3 વર્ષીય માસૂમ પર શ્વાન તૂટી પડ્યો; આખા શરીરે 25થી વધુ બચકા ભર્યાં

    2 days ago

    સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં જ છેલ્લા 24 કલાકમાં ઘર પાસે રમતા બે બાળક પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. પહેલી ઘટનામાં બાળકના મોઢા પર શ્વાને એટલી હદે બચકાં ભર્યા હતા કે ગાલનો ભાગ ફાટી ગયો હતો. તો આજે પણ 3 વર્ષીય બાળક પર કૂતરાએ હુમલો કરી માથા સહિતના શરીરના ભાગે 25થી વધઉ બચકા ભર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, રોજના સુરચ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના 100થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. શ્વાનોથી બાળકોના જીવને જોખમ હોવા છતાં મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ વર્તી રહી છે. ઘટના 1: સંગમ સોસાયટીમાં 3 વર્ષીય સોમ ગોરા ભોગ બન્યો ભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટી પાસે આજે 14 માર્ચની સવારે 3 વર્ષીય સોમ ગોરા પર શ્વાને હુમલો કર્યો હતો. સવારે સોમ જ્યારે ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે શ્વાને સીધો જ તેના હુમલો કરી બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યો શ્વાને સોમ ગોરાના માથા, મોઢા અને પગના ભાગે 25થી વધુ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનના જડબામાંથી છોડાવ્યું હતું. લોહીલુહાણ હાલતમાં સોમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરાવવામાં આવી રહી છે. ઘટના 2: ગણેશનગરમાં 4 વર્ષીય અંશ કુશવાહના ગામે બચકું ભર્યું ભેસ્તાન વિસ્તારના ગણેશનગરમાં રહેતા 4 વર્ષીય અંશ કુશવાહ નામનો બાળક પોતાના ઘર પાસે મિત્રો સાથે ગઈકાલે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક હિંસક શ્વાન તેની પાછળ પડ્યું હતું. બાળક કંઈ સમજે તે પહેલાં શ્વાને તેને જમીન પર પાડી દીધો હતો અને તેના ગાલ પર બચકું ભરી ગાલનો ભાગ ફાડી નાખ્યો હતો. મોઢા પર ગંભીર ઈજા થવાને કારણે અંશને પણ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલની ભયાનક સ્થિતિ, રોજ 100થી વધુ કેસ સુરત સિવિલ હોસ્પિટલના આંકડાઓ અત્યંત ચિંતાજનક છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, દરરોજ શહેરમાંથી 100થી વધુ કેસ ડોગ બાઈટ (શ્વાન કરડવા) અને કેટ બાઈટના આવી રહ્યા છે. હોસ્પિટલના કેમ્પસમાં વહેલી સવારથી જ લોકો હડકવાની રસી મુકાવવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવતા કેસોમાં મોટાભાગે નાના બાળકો અને વૃદ્ધો હોય છે, જેઓ શ્વાન સામે પોતાનો બચાવ કરી શકતા નથી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજનો દબદબો:અમદાવાદની આંતર-કોલેજ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ શ્રેણીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવ્યા
    Next Article
    ગુજરાતમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ:ગાંધીનગરમાં MLA આવાસ ખાતેથી શરૂ થયું 100 દિવસનું કાઉન્ટડાઉન; હવે ગામેગામ યોગમય માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment