Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ:ગાંધીનગરમાં MLA આવાસ ખાતેથી શરૂ થયું 100 દિવસનું કાઉન્ટડાઉન; હવે ગામેગામ યોગમય માહોલ

    2 days ago

    વિશ્વને યોગની તાકાતનો અહેસાસ કરાવનાર અને ભારતીય સંસ્કૃતિના વારસાને વૈશ્વિક મંચ પર પ્રતિષ્ઠા અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે 21 જૂન સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવાય છે. આ શૃંખલામાં વર્ષ 2026ના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે ગુજરાતમાં એક નવી ઊર્જાનો સંચાર થયો છે. ગાંધીનગર સ્થિત નવા MLA આવાસ ખાતે આયોજિત 'કર્ટન રેઝર' ઇવેન્ટ સાથે જ 100 દિવસના કાઉન્ટડાઉનનો ગરિમાપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોની પ્રેરક હાજરીમાં 'કર્ટન રેઝર' ઇવેન્ટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વિવિધ ધારાસભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. "એક કદમ યોગમય વિધાનસભા તરફ" ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમે રાજકીય નેતૃત્વ દ્વારા સમાજને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો મજબૂત સંદેશ આપ્યો છે. છેવાડાના માનવી સુધી પહોંચશે યોગનો પ્રભાવ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર યોગ દિવસની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ 'કોમન યોગ પ્રોટોકોલ' (Common Yoga Protocol) દ્વારા જન-જનને શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ બનાવવાનો છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક સંપૂર્ણ કળા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ છે કે યોગનો આ વ્યાપ રાજ્યના છેવાડાના ગામ સુધી પહોંચે અને દરેક નાગરિક આ પ્રાચીન પરંપરાનો લાભ લેતા થાય. આગામી 100 દિવસનું એક્શન પ્લાન આજના આ ભવ્ય પ્રારંભ બાદ હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ આગામી 100 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સક્રિય રહેશે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોએ વિવિધ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ વ્યાપક પ્રચાર-પ્રસાર અભિયાન દ્વારા 21 જૂન પહેલા ગુજરાતના ખૂણેખૂણે યોગમય વાતાવરણ તૈયાર કરવામાં આવશે, જેથી ગુજરાત દેશનું સૌથી સ્વસ્થ અને સજાગ રાજ્ય બની શકે.
    Click here to Read More
    Previous Article
    બાળકો પર કૂતરાના હુમલાની 24 કલાકમાં બીજી ઘટના:ભેસ્તાનમાં ઘર પાસે રમતા 3 વર્ષીય માસૂમ પર શ્વાન તૂટી પડ્યો; આખા શરીરે 25થી વધુ બચકા ભર્યાં
    Next Article
    કુંભારવાડા રેલવે ફાટક પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા:પોલીસ એ સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા 45,360 કબ્જે કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment