Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડા રેલવે ફાટક પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા:પોલીસ એ સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા 45,360 કબ્જે કર્યા

    4 days ago

    ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનોએ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે ખુલી જગ્યામાં પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સોને 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનો કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે આવેલ અંડર બ્રિજ નજીક રેડ કરતા છ શખ્સો ગોળ કુંડાળ વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેમાં ભીમદેવ મહિપતસિંહ ગોહિલ ઉંમર વર્ષ.52, રહે.વિઠલવાડી બાવળિયા હનુમાન મંદિર સામે ભાયાણીની વાડી તુલસીનગર, સલીમ મનસુરભાઈ સુમરા ઉંમર વર્ષ.53, રહે.કુંભારવાડા, નયુદ્દીન રફીકભાઈ બેલીમ ઉંમર વર્ષ.30, રહે.કુંભારવાડા, સલીમ હાજીભાઈ મજરા ઉંમર વર્ષ.42, રહે.કુંભારવાડા, સકીલ ગફાર શેખ ઉંમર વર્ષ.35 રહે.કુંભારવાડા અને મહંમદહુસૈન આરીફભાઈ કુરેશી ઉંમર વર્ષ.21 રહે.કુંભારવાડા વાળાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 45,360 કબ્જે કરી તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ:ગાંધીનગરમાં MLA આવાસ ખાતેથી શરૂ થયું 100 દિવસનું કાઉન્ટડાઉન; હવે ગામેગામ યોગમય માહોલ
    Next Article
    Inside Ameesha Patel’s Mumbai home: Versace ashtray, Hermes and Louis Vuitton cushions and MF Hussain paintings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment