Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજનો દબદબો:અમદાવાદની આંતર-કોલેજ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ શ્રેણીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવ્યા

    17 hours ago

    શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. 12 માર્ચ 2026 ના રોજ કે. એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા આયોજિત આંતર-કોલેજિયેટ ઇવેન્ટ “ટેક્નોમંત્ર 2026” માં કોલેજના વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં વિજેતા બની સંસ્થાનું નામ રોશન કર્યું છે. ટગ ઓફ વોરમાં મેદાન માર્યું શારીરિક ક્ષમતા અને અદભૂત ટીમવર્કની કસોટી કરતી ‘ટગ ઓફ વોર’ સ્પર્ધામાં પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજની ટીમે મેદાન માર્યું હતું. સંકલન અને અતૂટ નિશ્ચય સાથે રમીને આ ટીમે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ વિજેતા ટીમમાં ઉન્નતિ તપોધન, વિશ્વા પટેલ, પ્રાચી બાંભણીયા, તિથિ આદેશરા અને તૃપ્તિ ભાવસારનો સમાવેશ થાય છે. સર્જનાત્મક સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાન માત્ર રમતગમત જ નહીં, પરંતુ બૌદ્ધિક અને સર્જનાત્મક કૌશલ્યમાં પણ વિદ્યાર્થીઓએ કાઠું કાઢ્યું હતું. ‘પિક્શનરી’ સ્પર્ધામાં ઉન્નતિ તપોધન અને મોક્ષ મિસ્ત્રીએ પોતાની ત્વરિત વિચારશક્તિના જોરે બીજો ક્રમ મેળવ્યો હતો. તેવી જ રીતે, ‘રિવર્સ ચૅરેડ્સ’ સ્પર્ધામાં તિથિ આદેશરા અને પ્રાચી બાંભણીયાની જોડીએ પ્રભાવશાળી તાલમેલ બતાવીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કૂકિંગમાં પણ નવીનતાનો સ્પર્શ આધુનિક કૌશલ્યોની સાથે વિદ્યાર્થીઓએ ‘કૂક વિધાઉટ ફાયર’ (અગ્નિ વિના રસોઈ) સ્પર્ધામાં પણ પોતાની કળા પીરસી હતી. આ સ્પર્ધામાં મોક્ષ મિસ્ત્રી અને હાની પંચાલે પોતાની નવીન વાનગીઓ અને આકર્ષક પ્રસ્તુતિ દ્વારા નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા અને બીજો ક્રમ પોતાના નામે કર્યો હતો. માર્ગદર્શન અને પ્રોત્સાહન વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા પાછળ કોલેજના ફેકલ્ટી સભ્યો ડૉ. હેતલ દોશી અને ડૉ. બીના પટેલનું સચોટ માર્ગદર્શન રહ્યું હતું. આ ઉપરાંત, આચાર્ય ડૉ. એન. ડી. શાહના દૂરંદેશી નેતૃત્વ અને સતત પ્રોત્સાહનને કારણે વિદ્યાર્થીઓ આટલી ઉંચાઈએ પહોંચી શક્યા છે. કોલેજ મેનેજમેન્ટ અને તમામ સ્ટાફ મિત્રોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના યુવાનો બનશે હવે 'ગ્લોબલ એક્સપર્ટ':કૌશલ્યબદ્ધ યુવાશક્તિ માટે ગુજરાત સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે MoU, સોલાર, વિન્ડ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં મળશે ટ્રેનિંગ
    Next Article
    બાળકો પર કૂતરાના હુમલાની 24 કલાકમાં બીજી ઘટના:ભેસ્તાનમાં ઘર પાસે રમતા 3 વર્ષીય માસૂમ પર શ્વાન તૂટી પડ્યો; આખા શરીરે 25થી વધુ બચકા ભર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment